તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:દસ્તાન બ્રિજ મુદ્દે પ્રતીક ઉપવાસ પર બેસેલા BHPના કાર્યકરો બીજા દિવસે ડિટેઇન કરાયા

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે બ્રિજ મામલે પ્રતીક ઉપવાસ પર બેસેલા BHP  અધ્યક્ષ સહિતના કાર્યકરો. - Divya Bhaskar
રેલવે બ્રિજ મામલે પ્રતીક ઉપવાસ પર બેસેલા BHP અધ્યક્ષ સહિતના કાર્યકરો.
  • બ્રિજની સમસ્યોનો ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલનની ચીમકી

પલસાણા તાલુકાના દસ્તાન ગામે ખોરંભે ચડેલા રેલવે બ્રિજના કામ મામલે લડત ઉગ્ર બની છે. ભારતીય હિતરક્ષક પક્ષ દ્વારા ફરી ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. બુધવારના રોજ અધ્યક્ષ સુનિલ સોનાવણેનો જામીન પર છુટકારો થતાં ગુરુવારે ફરી દસ્તાન બ્રિજ નજીક ધરણા પર બેઠા હતા. આજે ફરી પોલીસે અટકાયત કરી હતી.

કડોદરાથી બારડોલી હાઈવે પર દસ્તાન ફાટક પર ઘણા સમયથી એક વૈકલ્પિક માર્ગની માંગ ઉઠી રહી હતી. 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજના કામની શરૂઆત કરાઈ હતી. જોકે ગોકળગાય ગતિએ કામ ચાલતા વાહન વ્યવહારને અસર થતાં હવે નાગરિકો આગળ આવી રહ્યા છે અને ભારતીય હિત રક્ષક પક્ષ ગતરોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

કાર્યકરો દસ્તાન ફાટક નજીક ધરણા બેસે પહેલાંજ પલસાણા પહોંચી હતી અને ભારતીય હિતરક્ષક પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સુનિલ સોનાવણે સહિત 9 જેટલા આગેવાનોની અટકાયત કરી હતી. તમામનો જામીન પર છુટકારો થતાં આજે ફરી તેઓ ધરણા પર બેઠા હતા.

દસ્તાન ફાટક નજીક આજે ભારતીય હિત રક્ષક પાર્ટી દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેથી દસ્તાન ફાટક અને ઓવરબ્રિજ નજીક વિસ્તારને પોલીસ છાવણી માં ફેરવી દેવાયો હતો. એકજ માંગ ઉઠી છે કે બંધ પડેલ બ્રિજ નીં કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને કામગીરી નહીં કરનાર જેતે એજન્સી સામે પગલાં ભરવામાં આવે.

બ્રિજ મામલે ચાલી રહેલી લડતમાં જેટલી વાર અટકાયત થાય તેટલી વાર ભારતીય હિત રક્ષક પાર્ટી દ્વારા બ્રિજ નજીક આંદોલન યથાવત જ રાખવા મક્કમતા દર્શાવી છે અને જરૂર પડે આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન છેડવા પણ ચીમકી આપવામાં આવી છે. જેથી આવનાર દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બને તો નવાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...