ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીની ઘટનાને અંજામ આપતા રીઢા આરોપીને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીએ કુલ 28 જેટલા ચોરીના ગુના આચર્યા હોય તેના વિરુદ્ધ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાય ચૂક્યા છે. કડોદરા પોલીસે આ રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી નાની મોટી કુલ 9 બેટરી તેમજ એક કાર મળી કુલ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પકડાયેલ આરોપી ત્રણ વખત પાસા હેઠળ જેલ ભોગવી ચૂક્યો છે.
કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે થોડા દિવસ અગાઉ મગન વાડીની સામે સનરાઈઝ કન્ટ્રક્શન સાઉડ પર મુકેલ JCB મસીન માંથી 3 જેટલી બેટરી ચોરી કરનાર ઈસમ કામરેજ તરફથી સિલ્વર રંગની એક મારુતિ ફ્રંટી કાર નંબર GJ-07-R-8968માં રીઢો ચોર બેટરીઓ લઈ નવસારી તરફ જનાર છે જે હકીકતના આધારે કડોદરા પોલીસે નીલમ હોટલ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી ચોરીની નાની મોટી 9 નંગ બેટરી અને કાર સાથે સિકંદર ઉર્ફે ફરીદ ઇબ્રાહિમ સૈયદ (હાલ રહે, કિસાનનગર, કેલનપુર પાસે, વડોદરા, મૂળ રહે, શક્તિ સોસાયટી, અમદાવાદ શહેર) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પૂછ પરછ કરતાં તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપીએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમા 28 જેટલા ચોરીના ગુના આચરેલ છે. અને તે અગાઉ ત્રણ વખત પાસા હેઠળ જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. કડોદરા પોલીસે આ ચોરીના ગુનાના રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.