તંત્ર જાગ્યું:અકસ્માત બાદ કરણની જોખમી નહેર પાસે બેરિકેટ મુકાયા

પલસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત ઝોન બનેલી નહેરના કિનારે મુકવામાં આવેલા બેરીકેટ. - Divya Bhaskar
અકસ્માત ઝોન બનેલી નહેરના કિનારે મુકવામાં આવેલા બેરીકેટ.
  • સોમવારે રાત્રે હાઇવેના કિનારે ખુલ્લી આવેલી નહેરમાં પરિવારની કાર ખાબકી હતી

સોમવારની રાત્રીના સમયે અંકલેશ્વરથી દમણ જતા પરિવારની કાર, ચલથાણ ગામથી સર્વિસરોડ પર પસાર થતા કરણ ગામની સીમમાં નહેરના પુલની અધૂરી કામગીરી અને દિશાસુચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા ન હોવાથી અંધારામાં નહેરમાં કાર ખાબકી હતી. 2 કલાક પાણીમાં રહ્યા બાદ ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 5 લોકોનો આબાદ બચાવ કર્યો હતો. આ ગંભીર ઘટના બાદ હાઇવે ઓથોરિટી કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસૂલતી હોવા છતાં અધૂરી કામગીરી સ્થળે વાહન ચાલકોને અકસ્માતથી અટકાવવા કોઈ સુવિધા કરવામાં આવી નથી.

આખર કડોદરા પોલીસે બુધવારે આ જોખમી જગ્યાએ બેરીકેટ ઉભા કર્યા હતા.પલસાણા તાલુકાના મધ્યમાંથી પસાર થતા ને.હા. 48 કરણ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મેઈન કેનાલને ક્રોસ થાય છે. હવે થોડા વર્ષો અગાઉ ને. હા. 48 ના નવીની કરણ કર્યું હતું. ત્યારે સર્વિસ રોડ બનાવતા આ નહેર પર પુલનું કામ બાકી છે. જેના કારણે અમદાવાદથી મુંબઈ તરફ આવતા વાહનો ચલથાણ ગામનો રેલવે બ્રિજ ઉતરે છે ત્યારે સર્વિસ રોડ શરૂ થઈ જાય છે અને આ સર્વિસ રોડ નહેરના કિનારે આવીને પૂરો થઈ જાય છે.

અહીં નહેરના કિનારે કોઈ પણ પ્રકારનું દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યું નથી, કે કોઈ આડશ પણ ઉભી કરવામાં આવી નથી. રાત્રિના અંધારામાં અહીંથી પસાર થતાં વાહન ચાલકને ખ્યાલ જ નથી આવતો અને વાહન ગતિમાં હોવામાં કારણે વાહનચાલક કઈ સમજે તે પહેલા વાહન સીધુ નહેરમાં ખાબકે છે. આ બાબતે ગંભીર નહિ બનતા આખરે પોલીસે અહીં બેરીકેટ મૂકી આડશ ઉભું કર્યું હતું. આ બાબતે નહેર તંત્ર તેમજ હાઇવે ઓર્થોરિટી ગંભીરતા દાખવી હંગામી ધોરણે અહીં યોગ્ય દિશાસૂચક બોર્ડ અથવા દીવાલ બનાવે એ જરૂરી બન્યું છે.

અહીં 1 વર્ષમાં 4થી વધુ વાહનો ખાબક્યા
એક વર્ષમાં અહીં રાત્રિના સમયે નહેરમાં 4થી બધું વાહનો ખાબકયા છે. સદનસીબે દર વખતે સ્થાનિકોની સમય સુચકતા અને પોલીસ અને ફાયરના સંકલનના કારણે અકસ્માતમાં નહેરમાં ખાબકેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે પંરતુ નસીબ દર વખતે સાથ આપે એ જરૂરી નથી અહીં કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ આણે એવી પ્રજાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...