અકસ્માત:બલેશ્વર પાસે કન્ટેનરે ટક્કર મારતા ટ્રેક્ટરના 2 ટુકડા થયા

પલસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચલથાણ સુગર ફેકટરીનું એક ટ્રેક્ટર (GJ 19 B 3697) શુક્રવારે ભૂતપોર ગામેથી શેરડી ભરી આવી રહ્યું હતું. ત્યારે બલેશ્વર પાટિયા પાસે સંસ્કાર વિદ્યા સંકુલ સામેથી હાઇવે ઓળંગી રહ્યું હતુ ત્યારે કડોદરા તરફથી પુર ઝડપે આવતું એક કન્ટેનર નંબર (NL 01 AE 0939) શેરડી ભરેલા ટ્રેકટર સાથે ધડાકાભેર ભટકાતા ટ્રેકટરના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા.

ટ્રેકટરનો એક ભાગ વીસ ફૂટ જેટલો દૂર ફગોળાયેલો જોવા મળતો હતો આવા ગંભીર બનેલા અકસ્માતમાં ટ્રેકટર ડ્રાઈવરનો અદભુત બચાવ થવા પામ્યો હતો આ અકસ્માત સર્જાતા હાઈવે ઉપર પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી ગઈ હતી ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ક્રેનની મદદથી અકસ્માત સ્થળે વાહનો અલગ કરી જામ થયેલ ટ્રાફિકને હળવો કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...