તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દારૂના ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ કડોદરાથી પકડાયો

પલસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપી વિરુદ્ધ વલસાડ, વાપીમાં પણ ગુનો

પલસાણા તાલુકાનાં જોળવા ગામે રહેતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા નારાયણ રાઠોડને વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસની ટીમે વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો. અને જે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપીને કડોદરા પોલીસની ટીમે કડોદરા ચાર રસ્તા હનુમાન ફળિયા નજીકથી દબોચી લીધો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ આરોપી અગાઉ 9 ગુનામાં પકડાય ચૂક્યો છે.

10-03-2018ના રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનાં વડખંભા ગામની સીમમાં પાર નદીના કિનારેથી નાનાપોંઢા પોલીસની ટીમે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો નંબર GJ -05-AU-2410 સાથે મુકેશ ફુલચંદ ભારતીને ઝડપી પાડ્યો હતો અને રૂ. 51,350 નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર નારાયણ રામદીન રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો.

જે અંગે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમે બાતમીના આધારે તેમજ પોકેટકોપની મદદથી આરોપીનો ફોટોગ્રાફ તથા ગુનાહિત આધારે આ વોન્ટેડ આરોપી લછીમન ઉર્ફે લચ્છુ ઉર્ફે નારાયણ રામદીન રાઠોડને કડોદરા ચાર રસ્તા હનુમાન ફળિયા નજીકથી ઝડપી પાડ્યો હતો. અને તેની પૂછતાછ કરતાં તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી.

9 ગુનામાં પકડાયો
પકડાયેલ લચ્છુ ઉર્ફે નારાયણ રામદીન રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને જે અગાઉ પલસાણા, બારડોલી, વલસાડ, વાપી, ડુંગરા, પોલીસ સ્ટેશનના 9 જેટલા વિવિધ ગુનામાં પકડાય ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો