ધરપકડ:અંત્રોલીમાં ઉભેલી ટ્રકમાંથી રૂ.23 લાખનો દારૂ ઝડપાયો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ મોનીટરીંગની ટીમે અંત્રોલી ગામે ઉભેલા ટેમ્પોમાથી 23 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ ટીમે રવિવારે બપોરે પલસાણા તાલુકાના અંત્રોલી ગામે પંચાયત ઓફિસની પાછળના ભાગે આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બાતમી આધારે રેડ કરી હતી.રેડ દરમિયાન ગોડાઉન તેમજ બહાર પડેલી અશોક લેલન કંપનીની ટ્રક નંબર MH 48 BM 9161 માંથી લોટસ કંપનીના રેપર વાળા બોક્ષ માંથી રૂ.23 લાખથી વધુની કિંમતની 14,807 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે ઘટના સ્થળેથી અશોક જેશાજી રાજપુરોહિત (કામરેજ)ની અટકાયત કરી હતી.જ્યારે દારૂ મંગાવનાર હનીફ ઉર્ફે દાઢી કાળું ખાન (સચીન) તેમજ ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ મારવાડી, સોનુ ,રોનક તેમજ દારૂ મોકલનાર હર્ષદ ભંડેરી તેમજ મહેશ ભરાલાલ ઠક્કર તેમજ મહેશભાઈનો મેનેજર પંકજ શર્મા સહિત 8ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...