તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:‘ફરિયાદ કેમ કરી ’કહી અકબરીના સાગરિતોએ ફરીથી ધમકી આપી

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફોર્ચ્યુનર કાર બારડોલીથી બિનવારસી હાલતમાં મળી હતી. - Divya Bhaskar
આરોપીની ફોર્ચ્યુનર કાર બારડોલીથી બિનવારસી હાલતમાં મળી હતી.
  • પલસાણાના રેસ્ટોરન્ટમાં થયેલી લૂંટમાં 9 પકડાયા હતા

ગત શુક્રવારે પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે આવેલ J.D. રેસ્ટોરન્ટમાં ધવલ અકબરી તથા તેનો સાગરીત મુસ્તફા શેખ અને કલ્પેશ દેવાણીએ ભાડૂતી ગુંડા લાવી હોટલમાં તોડોફોડ કરી 1.30 લાખની લૂંટ ચલાવવાની ઘટનામાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરી હતી. સાથે એક કાર અને ધવલ અકબરીની ફોર્ચ્યુનર કાર પણ કબ્જે લીધી છે.

એક તરફ ગુનાનો મુખ્ય સુત્રધાર ધવલ હજુ પોલીસથી પકડથી દૂર છે ત્યાં તો રવિવારની રાત્રે તેના સાગરીતોએ રેસ્ટોરન્ટના વોચમેનને ધમકી આપી હતી કે, ધવલ અકબરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ કરી છે? એમ કહી ઝપાઝપી કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

તોડફોડ કરનાર કાર ચાલક મુંબઇથી ઝડપાયો
હોટલમાં તોડફોડ અને લૂંટકાંડમાં આરોપી ધવલ અકબરીની ફોર્ચ્યુનર કાર બારડોલીથી બિનવારસી હાલતમાં મળી હતી. મહારાષ્ટ્ર પાસિંગ ઇનોવા કાર અને તેનાં ચાલકને શોધવા એલસીબીનાં એએસઆઈ. શૈલેષભાઈ હે.કો. કેતનભાઈ તથા પો.કો. જગદીશભાઇને મુંબઇ તપાસમાં મોકલવામાં આવ્યા હતા.

એલસીબીની ટીમે મુંબઈથી ઇનોવા ચાલક અજયભાઈ જગજીવનભાઈ રૂપરેલિયા (ઉં.વ. 49, રહે. મુંબઈ)ને કાર MH 01 VK 5226 સાથે ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમે આરોપી કારચાલક અજય રૂપારેલિયાને ઝડપી પાડ્યા બાદ તેને પલસાણા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...