પલસાણા શ્રમિક વિસ્તારમાં રહેતી મહિલાઓને વેક્સિન માટે પડતી તકલીફોને લઈને પલસાણા તાલુકા હેલ્થ અધિકારી દ્વારા પલસાણા ઉર્મિલા નગર ખાતે મહિલાઓનો વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો, જેમાં 200થી વધુ મહિલાઓને કણાવ પ્રાથમિક હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન મુકવામાં આવી હતી.
પલસાણા ખાતે ઔદ્યોગિક એકમો આવેલા છે, જ્યાં પરપ્રાંતના લોકો મોટી સંખ્યામાં રહે છે આ લોકો ગીચ વિસ્તારમાં રહેતા હોવાથી અહીં કોરોના ફેલાવાનો ભય વધુ રહે છે કામદાર તો જેતે સેન્ટર ઉપર રસી મુકાવતા જોવા મળે છે પરંતુ કામદારોની મહિલાઓ કોરોના વેક્સિન સેન્ટર ઉપર વધુ જોવા ના મળી હતી, જેથી કામદારોની મહિલાઓમાં પણ જાગૃતિ લાવાના ભાગ રૂપે અને વેક્સિનેશન બાબતે તેઓએ દૂર સુધી આવવું ના પડે તેવા શુભ હેતુથી પલસાણા ઉર્મિલા નગર ખાતે રહેતી કામદાર મહિલાઓને સમજાવી તેમને ઘર આંગણે કોરોનાની વેક્સિન મળે તે રીતનું આયોજન પલસાણા હેલ્થ અધિકારી અને કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અશ્વિનભાઈ પટેલ તેમજ તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 200થી વધુ કામદાર મહિલાઓને રસી મુકવામાં આવી હતી.
ઘણીવાર હું રસી કેન્દ્ર ઉપર જતો હતો ત્યારે હું જોતો હતો કે મહિલાઓનું રસીકરણ ઓછું જોવા મળે છે અને ખાસ કરીને કામદાર વિસ્તારમાંથી મહિલા નહિવત જોવા મળતી હતી, જેથી આવા ગરીબ કામદાર મહિલાઓને ઘર બેઠા રસીકરણ થાય તે માટે અમે મહિલાઓ માટે જ કેમ્પ રાખ્યો અને એમાં અમોને સફળતા મળી છે પરપ્રાંતિય વિસ્તારોમાં પણ 100 ટકા વેક્સિનેશન થાય તે રીતનું પણ આયોજન અમો કરી રહ્યાં છે. > ડો. મધુ ઈજામોરે, તાલુકા હેલ્થ અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.