તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચલથાણ ગામના યુવકની હત્યા છરીના 11 ઘા ઝીંકી કરાઇ હતી

પલસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુટુંબના શંકાસ્પદોની પૂછપરછ શરૂ

મૂળ મધ્યપ્રદેશના અને હાલ પલસાણા તાલુકાના ચલથાણ ગામે લક્ષ્મીનગરમાં રહેતા રણજિત રાજપૂત નામનો ઈસમ ગુરુવારે રાતથી પોતાના ઘરેથી શંકાસ્પદ રીતે ગાયબ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી. બીજે દિવસે વહેલી સવારે પરિવારના જ સભ્યને જ ચલથાણથી દેવધ ગામ તરફ જતી નહેરના કાચા રસ્તા પર મોપેડ સાથે રણજિતના ગળાના ભાગે અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતોમૃતકના શબનું પી.એમ કરતા તબીબે રણજીતના ગળાના ભાગે અને છાતી અને હાથના ભાગે 11 જેટલા ઘા મળી આવ્યા હતા. જે જોઈ પોલિસે હત્યામાં એકથી વધુ લોકો હોવાની આશકા વ્યક્ત કરી છે પોલીસે મૃતકના ઘરથી લઈ ઘટના સ્થળ સુધીના તમામ સી.સી.ટી.વી ફૂટેજ કબ્જે કર્યા હતા અને મૃતકમાં મોબાઈલના ડેટા મેળવી મૃતકના કુટુંબના શંકાસ્પદોને બોલાવી કડક પૂછપરછ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો