તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખોલવડમાં રસ્તો ક્રોસ કરતી યુવતીનું વાહન અડફેટે મોત

નવાગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરેલી ગામની 2 સખી પીપાદરાના મંદિરે જઇ રહી હતી

ખોલવડ પાસે રસ્તો ક્રોસ કરી રહેલી યુવતીને વાહને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

પલસાણાના વરેલી ગામેે રહેતી મુનેશ ઉર્ફે પ્રીતિ રામનરેશ ઠાકોર (19) (મુળ.યુપી) પાડોશમાં રહેતી જીવીકા ઉર્ફે જીવરામ મેઘવાલ સાથેે બુધવારે સવારે પીપોદરા મોગલ માના મંદિરે જવા નીકળી હતી. તેઓ કામરેજથી રીક્ષામાં બેસી પીપોદરા જઇ રહ્યા હતા ત્યારે ખોલવડ પાસે રીક્ષાવાળાએ રીક્ષા ઉભી રાખી હતી. મારે તાત્કાલિક બીજી વર્દીમાં જવાનું હોવાથી તમે અહીં ઉતરી જાવ કહી ઉતારી મુક્યા હતા.ત્યારબાદ બંનેએ હાઈ -વેે ક્રોસ કરી સામે વિનાયક રેસ્ટોરંટ તરફ જવાનું નક્કી કયું હતું. જીવીકા રસ્તો ક્રોસ કરી ગઇ હતી અને પ્રીતિ પાછળ રહી ગઇ હતી. જે રસ્તો ક્રોસ કરી સામે ગઇ હતી ત્યારે જીવીકા રોડ ડીવાઇડરની સાથે નીચેે પડેલી હતી. તેના કાનમાંથી લોહી નીકળતું હતું, અનેે બેભાન હાલતમાં હતી. તેને જગાડવાનો પ્રયાસ કરતા કંઇ બોલી શકી ન હતી. જેથી નજીકમાંથી પસાર થતી રીક્ષાને રોકી દિનબંધુ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરનાં ડોકટરેે તપાસી મરણ જાહેરકરી હતી.

અન્ય સમાચારો પણ છે...