ફરિયાદ:2 મિત્રો વચ્ચેની લડાઈમાં સમાધાન કરાવવા ગયેલા યુવકને માર મરાયો

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણાના કરણ ગામે રહેતા યુવાનના મિત્રની લડાઈનું સમાધાન કરાવવા આવેલા યુવાન પર ચલથાણ ખાતે રહેતા અને ગેરકાયદે કેમિકલના વેપાર સાથે સંકળાયેલા પિતાપુત્રએ સમાધાન માટે આવેલા ઇસમને જ ચપ્પુ બતાવી માર મારી જાનથી મારીનાખવાની ધમકીઓ આપતા પોલિસ ફરિયાદ નોંધાઈ હતી.

કરણ ગામે આવેલ નેચરવ્યુ બાંગલોમાં રહેતા પ્રમોદ રમેશભાઈ વર્મા (29)ના મિત્ર પરેશ પટેલની થોડા દિવસ અગાઉ ચલથાણ ગામે રામનગરમાં રહેતા મુકેશ રામજીભાઈ પહાડીયાનાઓ સાથે બબાલ થઈ હતી. મુકેશ પહાડીયા પ્રદીપભાઈનો જાતિભાઈ હોવાથી પરેશ અને મુકેશ વચ્ચેની લડાઈનું સમાધાન કરાવવા માટે પ્રમોદભાઈ શનિવારે સાંજે ચલથાણ ખાતે આવી રામનગરમાં મુકેશભાઈના ઘરે આવ્યા હતા.

જ્યારે મુકેશભાઈએ પ્રમોદભાઈ જોઈ “તું કેમ અમારી વચ્ચે પડીને ડાહ્યો થાય છે” એમ કહી ગાળો આપી હતી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ધિકમુકકાનો માર માર્યો હતો જેથી પ્રમોદભાઈ ઘભરાઈ પોતાની ગાડીમાં બેસવા ગયા હતા જ્યાં મુકેશભાઈના પિતા રામજીભાઈ દોડી આવી પ્રમોદભાઈને પકડી ધિકકમુકાનો માર મારી ગાળો આપતા આસપાસ લોકોએ છોડાવ્યા હતા. પ્રમોદભાઈએ કડોદરા જીઆઈડીસી પોલિસ મથકના મુકેશભાઈ પહાડીયા તેમજ તેના પિતા રામજીભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...