અકસ્માત:બસની ટક્કરે મોપેડ પરથી પટકાયેલા યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતા મોત

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડોદરામાં બીમાર માતા માટે ફ્રુટ લેવા નીકળેલા યુવકને અકસ્માત

સુરત ખાતે રહેતો યુવાન કડોદરા રહેતી બીમાર માતાને મળવા માટે આવ્યો હતો. માતાને મળી યુવાન એક્ટિવા લઈ માતા માટે ફૂટ લેવા કડોદરા ચાર રસ્તા પર ગયો હતો. જ્યાં એક એસટી બસ ચાલકે યુવાનને અડફતે લેતા યુવાન મોપેડ સાથે રોડ પટકાયો અને તેજ વખતે બાજુ માંથી પસાર થતી એક ટ્રકના પાછળના વહીલમાં આવી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.

મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરત અમરોલી વિસ્તારમાં આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં પોતાના ભાઈઓ સાથે રહેતા રાહુલ દિલીપભાઈ વાઘ (35) ગુરુવારે સવારે કડોદરા ખાતે રહેતી તેની માતા જે હાલ બીમાર હોવાથી કડોદરા હનુમાન ફળિયામાં મળવા માટે આવ્યો હતો મળ્યા બાદ માતા માટે ફળ લેવા એક્ટિવા GJ 19 Q 8707 લઈ નીકળ્યા હતા તે દરમિયાન કડોદરા ચાર રસ્તા બ્રિજ નજીક સુરત તરફથી આવતી એસટી બસ નંબર GJ 18 Z 5973 ના ચાલકે સામેથી આવતી એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સાથે રાહુલ રોડ પર પટકાયો હતો.

જે વખતે બાજુમાંથી પસાર થતી ટ્રક નંબર MH 18 AA 9306 ના પાછળના ભાગે વ્હીલમાં કચડાઈ જતા એક્ટિવા ચાલક રાહુલને શરીર ચગદાઈ ગયું હતું. આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી તપાસતા રાહુલને મૃત જાહેર કર્યો હતો .

અન્ય સમાચારો પણ છે...