તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સફાઈ કામદારની 13 વર્ષની પુત્રી સાથે બિલ્ડીંગમાં જ રહેતા યુવકે બળજબરી કરી

પલસાણા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દુકાને સામાન લેવા ગયેલી પલસાણાની તરૂણી સાથે ઘટના
 • બૂમાબૂમથી લોકો દોડી આવતાં નરાધમ નાસી છૂટ્યો

પલસાણામાં સફાઈ કામદારની 13 વર્ષની બાળકી સાથે બિલ્ડીંગમાં જ રહેતા એક ઇસમે બળજબરી કરી માર માર્યો હતો. સગીરાએ બુમાબુમ કરતા સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પલસાણા પોલીસમાં ફરિયાદ કરતા પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર ગત રવિવારે રાત્રે પલસાણામાં આવેલી એક બિલ્ડીંગમાં રહેતા સફાઈ કામદારની 13 વર્ષની પુત્રી દુકાને સામાન લેવા માટે ગઈ હતી. મોડે સુધી પરત આવી ન હતી.

આ દરમ્યાન તેણીની નાનીબેને તેના માતાપિતાને આવીને જણાવ્યું હતું કે દીદી બિલ્ડીંગની નીચે છે અને તેને કાઈ થયું છે. એમ કહેતા જ માતા પિતા નીચે ગયા હતા, અને કિશોરીની પુછપરછ કરી હતી. તેણીએ તેના માતાપિતાને સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા. સગીરાના જણાવ્યા મુજબ તેમની બિલ્ડિંગમાં ત્રીજા માળે રુમ નંબર 26માં રહેતો અજય ભુવનેશ્વર યાદવ તેને બિલ્ડીંગની નીચેથી મોઢું દબાવી જબરદસ્તી અંધારામાં લઈ ગયો હતો.

જ્યાં તેણી સાથે કપડાં કાઢવા માટે બળજબરી કરતા તેણીએ છટકવાનો પ્રયાસ કર્યો હતો. આથી અજયે સગીરાને ગાલ પર તમાચા માર્યા હતા, અને પગ અને કમરમાં લાકડીના સપાટા મારતા બુમાબુમ કરી હતી, જે સાંભળી લોકો દોડી આવતા અજય યાદવ નાસી છૂટ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર ઘટના અંગે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો