તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રિક્ષામાંથી બે વર્ષનું બાળક પડી ટ્રક નીચે આવી જતાં મોત

પલસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડોદરામાં ખરીદી કરી જોળવા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત

પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા અને મીલમાં કામ કરતા એક પરપ્રાંતિય પરીવાર ખરીદી કરી રીક્ષામાં બેસી તેમના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તેમનો એક 2 વર્ષનું બાળક અચાનક રીક્ષામાંથી નીચે પડી ગયુ હતુ. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રક નીચે આવી જતાં તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.

મળતી માહીતી અનુસાર મૂળ બિહારના અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે નક્ષત્ર રેસીડેન્સીમાં રહેતા સંતોષ રામયસ ભારતી જેઓ મીલમાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ દરમિયાન ગત રોજ સચીન ખાતે મીલમાં કામ પર ગયા હતા. ત્યારે તેમનો પરીવાર નજીકમાં રહેતા અન્ય એક પરીવાર સાથે ચલથાણ ગામે ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી કરી રીક્ષામાં બેસી જોળવા ગામે તેમના ઘરે જવા માટે રવાના થયા તે દરમિયાન કડોદરા - બારડોલી હાઇવે પર જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની સામેથી પસાર થતી વખતે અચાનક તેમનો બે વર્ષનો દીકરો પીયુશ રીક્ષામાંથી નીચે પડી ગયો હતો.

ત્યારે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલ ટ્રક નંબર (GJ.19X.3229)ના પાછળના ટાયરમાં આવી જતાં તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ. ત્યારે ઘટનાની જાણ પીયુશના પિતા શંતોષભાઈને થતા તેઓ પણ મીલમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કડોદરા પોલીસ મથકે ટ્રક ચાલકની વિરૂધ્ધમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...