તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલો કિશોર વરેલીથી ઝબ્બે

પલસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં વરેલી ખાતે બસ સ્ટેન્ડ નજીકથી ચોરીની બાઈક સાથે એક કિશોર ઝડપાયો હતો. આ બાઇક સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોરી કરી હતી. કડોદરા પોલીસે 50 હજારની કિંમતની બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા આમીર ખાનની બાઇક નંબર GJ 05 LS 2087 ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે તેમણે લીંબયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીની બાઇક અંગે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના દિપકભાઈ શંકરભાઈ અને શૈલેષભાઇ ચંદુભાઇ નાઓને અંગત રાહે બાતમી મળતા તેમણે પલસાણા તાલુકાનાં વરેલી ખાતે બસ સ્ટેન્ડ નજીકથી આ ચોરીની બાઇક સાથે એક કિશોરને ઝડપી પાડ્યો હતો.

અને 50 હજારની કિંમતની બાઇક કબ્જે કરી હતી. ત્યારબાદ કિશોરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતું કે તે હરવા ફરવા તેમજ મોજશોખ માટે ચાવીઓ વડે મોટરસાઇકલની ચોરી કરતો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...