તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પલસાણા નવસારી હાઈવે પર રાત્રિ દરમિયાન એક ટેન્કરમાં આગ લાગી હતી, જોકે બારડોલી ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટેન્કરમાં યાંત્રિક ખામી સર્જાતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. મિંઢોળા નદીના નજીક માખીગા ગામે ચેકપોસ્ટ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રિએ હાઇવે પર દોડતા ચાલુ ટેન્કરમાં આગ લાગવાની ઘટના બની હતી.
ટેન્કર નંબર GJ-06-AU-1875 દહેજથી કોસ્ટિક સોડા ભરી મુંબઈ જઈ રહ્યું હતું. દરમિયાન પલસાણા નજીક પલસાણાથી નવસારી તરફ જતા હાઇવે પર માખીગા નજીક આવતા ટેન્કરમાં યાંત્રિક ખામી સર્જાતા ટેન્કર ચાલક ટેન્કર દિશા બદલી ફરી પલસાણા તરફ ગેરેજમાં બતાવવા આવી રહ્યો હતો. દરમિયાન એકાએક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ફાયર ટીમ ઘટમાં સ્થળે ગણતરીના મિનિટમાં પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ટેન્કરમાં કાસ્ટિંગ સોડા ભરેલું હતું. જે સામાન્ય રીતે સાબુની બનાવટમાં વાપરવામાં આવે છે.
જેથી આગ એ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. હાઈવે પર આગની ઘટનાને લાઇ થોડી વાર વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી હતી.પલસાણા પોલીસ પહોંચી હાઈવેનો ટ્રાફિક હળવો કર્યો હતો.કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી દુર્ગા ફાયર સર્વિસ સંચાલિત PEPL ફાયર કડોદરા હોવા છતાં બારડોલી ફાયર કરતા મોડી પહોંચી હતી, તેમજ PEPLના ફાયર ઓફિસરે ફોન પર અમારું બિલ કોણ ચૂકવશે તેમ પૂછતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.