માફિયાઓ બેફામ:વરેલીમાં ગાંજો વેચનારે મહિલા પર સળિયા-લાકડાથી હુમલો કર્યો

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નધણીયા પોલીસ મથક વિસ્તારમાં માફિયાઓ બેફામ

પલસાણા તાલુકાનાં વરેલી ગામની એક ઘટના સામે આવી છે વરેલી ગામ ખાતે ગાંજાનો ધંધો કરતાં એક ઇસમે મહિલા ઉપર સળિયા વડે જીવલેણ હુમલો કરી મહિલાને માથાના ભાગે ઇજા પહોંચાડતા મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ વરેલી ગામે એક મહિલા પાનનો ગલ્લો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા એક મહિનાથી એ જ વિસ્તારમાં ગાંજાનો વેપાર કરતો ધીરેન્દ્રસિંગ મહિલાને હેરાન કરતો હતો. આજરોજ ધીરેન્દ્રસિંગ નશામાં ધૂત થઈને મહિલા પાસે આવી સિગરેટની માંગણી કરી હતી અને અગમ્ય કારણોસર મહિલાને અભદ્ર શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. એ અરસામાં મહિલાએ તેને શાંત રહેવા જણાવ્યું હતું પરંતુ વધારે ઉશ્કેરાઈને મહિલાને માથાના ભાગે સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.

સળિયા વડે હુમલો કરતા જ મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલું જ નહીં ફરીથી ધીરેન્દ્રસિંગે મહિલાને લાકડી વડે મારમાર્યો હતો આ ઘટના બનતાની સાથે લોકટોળું એકઠું થઈ ગયું હતું જેથી ધીરેન્દ્રસિંગ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ વરેલી ગામ ખાતે પરપ્રાંતિયોની વસ્તી વધારે જોવા મળે છે ત્યારે આ મામલે પોલીસ આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરે તે પ્રજાહિતમાં વધુ યોગ્ય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...