મુદ્દામાલ જપ્ત:વરેલીમાં કારમાં છૂટક ડિઝલનું વેચાણ કરતો એક ઝડપાયો

પલસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના વરેલી ગામની સીમમાં આવેલ એક ટ્રાન્સપોર્ટની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક વ્યક્તિ દ્વારા ટ્રાવેરા કારમાં બેરલ ભરી છુટક ડિઝલની વેચણી કરતો હોવાની બાતમી કડોદરા પોલીસને મળતા પોલીસ દ્વારા તેને પકડી તેની અટક કરાય તેમજ તેની કાર અને 400 લિટર ડિઝલ થઈ કુલ રૂ. 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાય છે.

કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ચંદુભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વરેલી ગામની સીમમાં આવેલ માતા ટ્રાન્સપોર્ટની પાછળ ખુલ્લી જગ્યામાં એક ગોલ્ડન કલરની ટ્રાવેરા કાર નંબર GJ 05 CM 7668 માં એક ઈસમ ગેરકાયદે વગર બિલનું જ્વલનશીલ પ્રવાહી ડિઝલના બે પ્લાસ્ટિકના ભૂરા રંગના 200 લિટરની ક્ષમતા ધરાવતા ડ્રમ ભરી આવતા જતા વાહન ચાલકોને પોતાના આર્થિક ફાયદા માટે સસ્તાભાવે છુટક વેચાણ કરે છે. પોલીસ દ્વારા બાતમી અનુસાર સ્થળ પર રેડ કરતા ત્યાં બાતમી મુજબનું વાહન જોવા માળતા પોલીસ દ્વારા તેની ચકાસણી કરતા તે વાહનમાં 200 લિટરના બે ડ્રમ મળી કુલ 400 લિટર ડિઝલ જેની કિંમત રૂ. 38,800 મળી આવ્યુ હતુ. પોલીસ દ્વારા તે આરોપીને તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ કમલેશ નંદલાલભાઈ સિંધી (28) પંચદેવ સોસાયટી, ડિંડોલી, નવા પોલીસ સ્ટેશનની પાછળ, સુરત) જણાવ્યુ હતુ. પોલીસ દ્વારા ડિઝલ અને ટ્રાવેરા કાર જેની કિંમત રૂ. 1.20 લાખ થઈ કુલ રૂ. 1.58,800નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપીની અટક કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...