તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વરેલીના કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા 2 દાઝ્યા

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગની જ્વાળા એટલી ભયંકર હતી કે 3 કિ.મી દુરથી પણ દેખાતી હતી

વરેલી ખાતે પૃથ્વીરાજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર એવા વરેલી ખાતે પૃથ્વીરાજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 15 માં બનેલા કેમિકલના ગોડાઉનમાં સોમવારના રોજ 3 વાગ્યાના અરસામાં એકાએક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી કેમિકલના કારણે ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગમાં કેમિકલના બેરલો ધડાકા સાથે હવામાં ફંગોડાતા લોકોનો જીવ તાળવે ચોટયો હતો

ઘટનાની જાણ ફાયર વિભાગને થતા પલસાણા PEPL, બારડોલી, કામરેજ, કિમ, સુરત શહેરની ફાયરની ટિમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવામાં પ્રયત્નો હાથધર્યા હતા. આશરે 15 થી વધુ ગાડી પાણીનો મારો ચલાવ્યો હતો કેમિકલમાં વિકરાળ આગને કારણે પાણી સાથે કેમિકલનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો આગની ઘટનાના 3 કલાક બાદ આગ કાબુમાં લઈ ફાયર ટિમ કેમિકલના ગોડાઉન નજીક પહોંચી કુલિંગની પ્રક્રિયા હાથધરવામાં આવી હતી આગના સંપૂર્ણ કાબુ બાદ જ નુકશાની અને જાનહાની જણાઈ આવે તેમ છે.

તો આગ આથી વધુ ભયંકર બની હોત
આગની જ્વાળા એટલી મોટી હતી કે ત્રણ કિલોમીટર દૂરથી દેખાઈ હતી,આગમાં ગ્રે કાપડ બળી ખાખ થઈ ગયું હતું. તેમજ ગોડાઉનની બીજી બાજુએ એમ્બ્રોડરી યુનિટમાં પણ નુકશાન થયું હતું. તેમજ ગોડાઉનના પાછળ આવેલી ટાયર રિમોલ્ડ કરવાના યુનિટ પણ કેટલેક અંશે આગની ચપેટમાં આવ્યું હતું. જો ટાયર રિમોલ્ડ યુનિટ આગની ચપેટમાં આવતે તો આગ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોત .

ગોડાઉનમાં ટેમ્પોમાં બેસેલા 2 દાઝ્યા
આપપાસના લોકોના જણાવ્યા અનુસાર આગ લાગી તે સમયે પ્રચંડ ધડાકો થયો હતો અને ગોડાઉનમાં એક ટેમ્પો હતો. જેમાં રહેલા બે ઈસમો આગમાં દાઝ્યા હતા જોકે કુલિંગ વખતે ફાયરે જે.સી.બી મશીન વડે કાટમાળ ખસેડતા આગ ફરી ભભૂકી ઉઠી હતી. આસપાસના લોકના જણાવ્યા અનુસાર અહીં બાયોડિઝલનો જથ્થો પણ રાખવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો