તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો નિર્ણય:કડોદરા વિસ્તારમાં રાત્રિના 8 બાદ કરફ્યુ જાહેર કરાયું

પલસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડોદરા સુરતને અડીને હોવાથી પોલીસનો નિર્ણય

કડોદરા સહિત જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામો અને નગરમાં રાત્રિના 8 વાગ્યાથી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વધતાં જતાં કોરોના કેસને લઈ કડોદરા જી. આઈ. ડી. સી. પોલીસ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામો તેમજ કડોદરા નગર પાલિકા વિસ્તારમાં આજરોજ રાત્રિના 8 વાગ્યાથી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

કડોદરા ઔદ્યોગિક એકમોથી ધમધમતો હોય અને અહીં પરપ્રાંતિયો રોજગારી માટે આવતા હોય વધતા જતાં કોરોનાના કેસોને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. કડોદરા પોલીસ વિસ્તારમાં આવતા ગામોના સરપંચોને પોતાના ગામમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યુનો અમલ કરવાનું જણાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો