આયોજન:પલસાણામાં 312 આરોગ્ય કર્મીનો સન્માન સમારંભ યોજાયો

પલસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય સાખા જિલ્લા પંચાયત સુરતના ત્રીજા વર્ગના ક્ષેત્રીય કર્મચારી મંડળ દ્વારા પલસાણા તાલુકાના 312 જેટલા આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારંભ ન્યુ પલસાણા ઇન્ડટ્રીયલ કો.ઓ સોસાયટીના સહયોગથી પલસાણા ખાતે યોજાયો હતો.

પલસાણા આહીર સમાજની વાડી ખાતે સમારંભમાં તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહીક આરોગ્ય કેન્દ્ર હેઠળ ફરજ બજાવતા પટાવાળા, વોર્ડબોય, વોર્ડ આયા, ડ્રાઇવર, આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કરો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનીસીયના તમામ સ્ટાફ તાલુકા લેવલના મેલેરીયા, ટી.બી, લેપ્રસી, સીકલસેલના તમામ કર્મચારી મળી કુલ 312 કોરોના વોરીયર્સને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત સુરતના ત્રીજા વર્ગના ક્ષેત્રીય કર્મચારીઓના મંડળ દ્વારા તમામને સત્કારવામાં આવ્યા હતા. તેમને ન્યુ પલસાણા ઇન્ડસ્ટજીલ કો.ઓ સોસાયટીના સહયોગથી પ્રોત્સાહન ગીફ્ટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંડળના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ કોરોના સમયે પોતાના જીવની પરવા કર્યા વીના જે નાના કર્મચારી ગણ દ્વારા સેવા કરવામાં આવી હતી.તેને બીરદાવવામાં આવી હતી. તેમજ રસીકરણ દરમિયાન સરસ કામગીરી ચાલી હોય તેવુ જણાવ્યુ હતુ. અશ્વીન પટેલ દ્વારા ખાસ પલસાણા તાલુકા આરોગ્ય કર્મચારીગણ સાથે આશા વર્કરોએ જે રીતે સ્લમ વિસ્તાર તેમજ પરપ્રાંતિય વિસ્તારોમાં રસી કરણ માટે 100 ટકાના પ્રયાશો કરાય રહ્યા છે. તે બદલ તેમની કામગીરી બીરદાવી હતી.

આ પ્રસંગે કણાવ પીએસસી માટે મલેકપોરના શૈલેશ ભગત દ્વારા જે જમીન દાનમાં આપવામાં આવી હતી. તેમનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. ચલથાણ સુગરના પ્રમુખ કેતન પટેલ દ્વારા આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બીરદાવી ખરા અર્થમાં તેઓ કોરોના વોરીયર્સ હોવાનુ જણાવ્યુ હતુ. પલસાણા સીએચસી અને કણાવ, ગંગાધરા, એના, કડોદરા તેમજ વણેસા જેવા કેન્દ્રોના ડોક્ટરો પણ હાજર રહી આરોગ્ય કર્મચારીઓને બીરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...