સર્ચ ઓપરેશન:તાંતીથૈયામાં મેઇન કેનાલમાં તણાયેલી 5 વર્ષીય બાળકી 800 ફૂટ દૂરથી મળી આવી

પલસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાડકવાઇ દીકરીનો મૃતદેહ જોઇ માતા ફસડાઇ પડી. - Divya Bhaskar
લાડકવાઇ દીકરીનો મૃતદેહ જોઇ માતા ફસડાઇ પડી.
  • સ્થાનિક પોલિસ, ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોના 15 કલાક લાંબા સર્ચ ઓપરેશન બાદ

તાંતીથૈયા ખાતે 5 વર્ષની બાળકી અન્ય બાળકો સાથે રમતા રમતા નહેરમાં પડી હોવાની આશંકાના આધારે કડોદરા પોલિસ અને ફાયરે નહેરમાં શોધખોળ શરૂ કરી છે. અંતે બીજેદિવસે સવારે 6 વાગ્યે બાળકીની લાશ નહેરના પાણી માંથી મળી આવી હતી.

મૃતક રાધિકાનો ફાઈલ તસવીર
મૃતક રાધિકાનો ફાઈલ તસવીર

પલસાણા તાલુકાના તાંતીથૈયા ખાતે આવેલ કૃષ્ણા પેલેસમાં મકાન નંબર F/1 માં ભોલા સુલતાન ગુપ્તા (મૂળ યુપી) પત્ની અંગે 2 બાળકો સાથે રહે છે. બુધવારે સાંજે 4 વાગ્યાના અરસામાં ભોલા ગુપ્તાની દીકરી રાધિકા (5) શ્યામ પેલેસની આગળ બિલ્ડીંગ આગળ ખુલ્લા જગ્યામાં ભરાતા બજાર નજીકના મેદાનમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી.જે દરમીયાન એકાએક રાધિકા સાથે રમતા બાળકો આવી રાધિકાની મમ્મી રાધિકા નહેરમાં ડૂબી હોવાનું જણાવ્યું જેથી રાધિકાની મમ્મીએ નહેર નજીક બુમાબુમ કરી દેતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કડોદરા જી.આઈ.ડી.સી.પી.આઈ.એચ.બી.પટેલ સહિતનો પોલિસ સ્ટાફ અને ફાયરને જાણ કરી હતી બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવી ટિમ ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓની મદદથી શોધખોળ હાથધરી હતી.

ઘટનાની ગંભીરતા જોતા ઇન્ચાર્જ Dy.SP ભાર્ગવ પંડયા ઘટના સ્થળે પહોંચ્યા હતા.બુધવારેની બપોરની ઘટના બાદ પોલિસ તંત્ર અને ફાયર બ્રિગેડ નિરંતર 15 કલાક સર્ચ ઓપરેશન કરી નહેરને 800 થી 900 ફૂટ સુધી ખુધી વળ્યાં હતા અંતે હર્ષદ મિલ નજીક કેનાલ માંથી ગુરુવારે સવારે 6 વાગ્યે બાળકી મળી આવતા પોલિસે બાળકીનો કબજો મેળવી પી.એમ અર્થે કારેલી આરોગ્ય કેન્દ્ર પર મોકલી આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...