પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ભથવારી હોટલની બાજુમાં આવેલ ગોડાઉનમાંથી કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે બાતમીના આધારે 9200 લીટર બાયો ડીઝલ ઝડપી પાડી પલસાણા માંલતદારને આ અંગે જાણ કરતા એક ટેમ્પો બાયોડીઝલનો મુદામાલ સીઝ કર્યો હતો.
બુધવારના રોજ રાત્રે કડોદરા પોલીસે પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં સુરત કડોદરા રોડ પર આવેલ ભઠવારી હોટલની બાજુમાં આવેલ ગોડાઉન માંથી 9200 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો,પંપ, પ્લાસ્ટિકની ટાંકી તેમજ ડીઝલની જથ્થો મળી 5,70,400 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો
આ બિનધિકૃત વેપાર સુરતના કતારગામ ખાતે રહેતા મહેંદ્રભાઈ આંબાભાઈ નશીદ નાઓનું હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા લાંબા સમયથી અહી બિનઅધિકૃત વેપાર ચાલતો હતો કડોદરા વિસ્તારમાં અને કામરેજ તાલુકાના ઊંભેળ ગામે આવેલ પાર્કિંગમાં પણ ઘણા લાંબા સમયથી બાયોડીઝલનો વેપાર ચાલી રહ્યો છે કડોદરા વિસ્તારઆ માફિયા આ વ્યાપારમાં સંડોવાયેલા છે. આ વિસ્તારમાં બાયોડિઝલનું વેચાણનું વેચાણ થઈ રહયું હોવા છતાં આજદિન સુધી પલસાણા મામલતદાર અને સ્થાનિક તંત્ર કયા કારણોસર આંખ આડા કાન કરી રહ્યા હતા એ વિચારવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.