તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દસ્તાન બ્રિજની ઢીલી કામગીરીના વિરોધમાં BHP ધરણાં કરે એ પૂર્વે જ 9 કાર્યકરો ડિટેઇન

પલસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીક ઉપવાસ પહેલા જ BHPના કાર્યકરને ડિટેઇન કરતી પલસાણા પોલિસ - Divya Bhaskar
પ્રતીક ઉપવાસ પહેલા જ BHPના કાર્યકરને ડિટેઇન કરતી પલસાણા પોલિસ
  • વર્ષ 2016માં શરૂ થયેલું રેલવે ઓવરબ્રિજનું કામ હજી પણ પૂર્ણ ન થતાં નારાજગી

રાજ્યના જે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટો મનાય છે તેમાનો એક સુરતના દસ્તાન ગામ રેલ્વે ઓવરબ્રિજ છે. જે પ્રોજેક્ટ નું લગભગ લગભગ પૂર્ણ થવા આવેલુ કાર્ય અધિકારીઓની ઢીલી તેમજ ભ્રષ્ટાચારી નિતીને કારણે અધૂરુ રહ્યુ હોવાના આક્ષેપ સાથે ભારતીય હિત રક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે દ્વારા આજરોજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાના હતા પરંતુ તે પહેલા જ પલસાણા પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હતી.

વર્ષ 2016માં દસ્તાન ગામ રેલ્વે ઓવરબ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું હતુ. પરંતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચાલી રહેલા આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જેતે અધિકારીઓની ઢીલી નીતિને કારણે ઓવરબ્રિજ નિર્માણ કાર્ય ખોરંભે પડ્યુ હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય અધ્યક્ષે લગાવ્યો હતો. પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છતા લગભગ સંપૂર્ણ તૈયાર થઇ ગયેલા રેલ્વે ઓવરબ્રિજનું એક સ્ટેપ જેટલુ કામ વિલંબમાં મુકાયુ હતુ જ. જે કાર્ય પૂર્ણ કરવાનુ બિંદુ ભારતીય હિત રક્ષક સમિતિ અધ્યક્ષ સુનિલ સોનવણે તેમજ તેમના કાર્યકર્તાઓ દ્વારા ઉપાડવામાં આવી હતી. ભારતીય હીત રક્ષક સમિતિના અધ્યક્ષ સુનિલ સોનવણે આજરોજ તેમના અન્ય કાર્યકર્તાઓ સાથે દસ્તાન ગામ રેલ્વે ઓવરબ્રિજ પર પ્રતિક ઉપવાસ બેસવાના હતા, જેઓને તેમના અન્ય સમિતિના મેમ્બરો સાથે પલસાણા પોલીસ દ્વારા અટકાયત કરી દેવાઈ હતી.

અગાઉથી જ કલેકટર સહિત જેતે મંત્રાલયમાં લેખિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકીને કારણે જિલ્લાની ઘણીખરી પોલીસ ટીમ અહીં પર ખડકી દેવાઈ હતી. જે બાદ તેમની અટકાયત કરી પલસાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. જોકે અટકાયત કરાઈ તે પહેલા ભારતીય હીત રક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે દ્વારા આવનારા દિવસોમાં ભ્રષ્ટ અધિકારીઓ તેમજ સરકાર વિરુદ્ધ જ્વલંત આદોલન સાથે આમરણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આખો દિવસ પોલિસ મથકના બેસાડ્યા બાદ 9 જેટલા કાર્યકરોને પલસાણા પોલીસે મોડી સાંજે મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...