તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ધુળેટીના દિવસે વડદલા ગામે ધીંગાણું, બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં 7ને ઇજા

પલસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઇક ઝડપથી ચલાવવા બાબતે લાકડા ઉછળ્યા ઘટનાનો વિડિયો વાયરલ

પલસાણા તાલુકાના વડદલા ગામના યુવાનો ધુળેટીના દિવસે બાઇક લઈને બાજુમાં આવેલા તાતીઝગડા ગામમાંથી પસાર થતાં હોય જેને સ્થાનિક ગામના કેટલાક યુવાનોએ અટકાવ્યા હતા. બાઇક ઝડપથી ચલાવવા બાબતે બબાલ થઈ હતી, જેમાં એક સમાજના યુવાનોને માર માર્યો હતો. ત્યારબાદ આ સમાજના યુવાનો અન્ય સાથીને લઈને ગામમાં આવ્યા હતા. જેથી ફરી બબાલ શરૂ થઈ હતી.

ફરી યુવાનોને ધમકાવીને માર માર્યો હતો. ત્યારબાદ યુવાનો નજીકના ગામમાં સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હોય જે અંગે એક સમાજના યુવાનોને જાણ થઈ હતી અને ગામના યુવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે મોટા ટોળાંએ યુવાનોનો રસ્તો આંતરીને લાકડા, પથ્થર વડે હુમલો કર્યો હતો. સામેથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જોત જોતામાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું. અને સાતથી વધુ વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચી હતી. તમામને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પલસાણા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે ગંભીર જુથ અથડામણમાં બને પક્ષને નુકશાન થતું હોવાથી બને પક્ષના આગેવાનોએ સમાધાનની નીતિ અપનાવી હતી. ઘટના સ્થળે પોલીસ ખડકાય હતી.

બંને જૂથ વચ્ચે સમાધાન થતાં ફરિયાદ થઇ નથી
બને પક્ષે સમાધાન કર્યું હતું. બને પક્ષ પૈકીનું એક પણ ઈસમ પોલીસ પાસે ફરિયાદ માટે આવ્યું નથી. જો આવશે તો ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. > ચેતન ગઢવી, પીએસઆઈ, પલસાણા પોલીસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો