ધરપકડ:કડોદરામાં બિલ્ડીંગની ગેલેરીમાં બેસી જુગાર રમતા 6 ઝડપાયા

પલસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કડોદરા ખાતે આવેલા મિશ્રા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ગેલેરીમાં બેસી પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહેલ 6 વ્યક્તિને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 52,010 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓએ બાતમી આધારે કડોદરા ખાતે આવેલ પટેલ પાર્ક, મિશ્રા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે રેડ કરી હતી હતી.

તે દરમ્યાન કેટલાક વ્યક્તિઓ ભેગા મળી ગેલેરીમાં બેસી પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલ 6 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂ. 17,200 તથા અંગઝડતીના રૂ. 17,810 તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. 17,000 મળી કુલ રૂ, 52,010 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ વ્યક્તિઓ જુગાર રમતા પોલીસને હાથે ઝડપાયા

  • દિપકકુમાર માલેશ્વરી સિંહ
  • મુકેશભાઇ સતિપ્રસાદ ગુપ્તા
  • ​​​​​પ્રદિપભાઇ બાબાજી દલાઇ
  • બાપુજી સુરેન્દર ગૌડા
  • વનમાળી હરીભાઇ દલબહેરા
  • ધનુરધર અર્જુનભાઇ સાબટ
અન્ય સમાચારો પણ છે...