જુગાર:વરેલીમાંથી ફ્લેટમાં જુગાર રમતા 5 ઝડપાયા

પલસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે એક કોમ્પ્લેક્સમાંથી જુગાર રમતા પાંચ આરોપીઓને કડોદરા પોલીસસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 16,560નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ મથકના એ.એસ.આઇ. સંજયભાઈ ગાંડાભાઇ, આ.હે.કો. હરેશભાઈ ખુમાભાઇ ચૌધરી, પો.કો. ભૌતિકભાઈ મહેન્દ્રભાઇ તથા અન્ય પોલીસ કર્મીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે સમયે ભૌતિકભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વરેલી વલ્લભનગરમાં મારૂતી કોમ્પ્લેક્સ ખાતે બીજા માળની ગેલેરીમાં મુનરાજ પાંડેય કેટલાય અન્ય વ્યક્તિઓને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે તાત્કાલિક છાપો મારતા ત્યાં પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુનરાજ પાંડે (35) રહે. વલ્લભનગર, મારુતિ કોમ્પ્લેક્ષ, વરેલી, રાજેશ રાજપૂત (39) વ્રજધામ સોસાયટી, લાલા મરવાડીની બિલ્ડિંગમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ઘર નં. ૩, વરેલી, રામલખન ગુણ (24), રહે. સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્ષ, ત્રીજામાળે, રૂમ નં. ૩૦૫, વરેલી, જગદીશ સોની (21), સિધ્ધીવિનાયક કોમ્પ્લેક્ષ, ત્રીજા માળે, રૂમ નં. 305 અને મદનગોપાલ મિશ્રા (19) ખોડિયાર પેલેસ, બીજામાળે, રૂમ નં. 23 વરેલીની અટક કરી હતી. પોલીસ દ્વારા દાવ પરના રૂ. 1960 અંગઝડતીના રૂ. 4600 બે નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 16560 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...