ધરપકડ:કડોદરા પાસે લક્ઝરીમાંથી 4.49 લાખનો ગાંજો પકડાયો

પલસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલ જલગાંવથી અમદાવાદ લઇ જવાતો હતો

મહારાષ્ટ્રના જલગાવથી અમદાવાદ જઇ રહેલ એક લકજરી બસમાં ગાંજોનો મોટો જથ્થો હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે કડોદરા ચાર રસ્તા નજીક ચામુંડા હોટલની સામેથી બસને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી 54 કિલોથી વધુ ગાંજો કીમત 5.49 લાખ, 40 હજારનો દારૂ તેમજ લકઝરી બસ, મોબાઇલ તથા રોકડ મળી પોલીસે 14,10,810 રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરત ગ્રામ્ય એસઓજીમાં ફરજ બજાવતા ભુપેન્દ્રભાઈ અંબિકાપ્રસાદ તેમજ પ્રવીણભાઈએ અંગત રાહે મળેલી બાતમી મળી હતી કે બસ નંબર GJ 15 W 0973 જેમાં જલગાંવથી ગાંજાનો મોટો જથ્થો ભરી અમદાવાદ જવામાં આવી રહ્યો છે .જે બાતમી આધારે એસઓજીની ટીમે કડોદરા ચાર રસ્તા નજીક ચામુડા હોટલની સામે વોચ ગોઠવી બાતમી વાળી લકઝરી બસને ઉભી રાખી તેમાં તપાસ કરતા બસમાંથી 54.930 કીલોગ્રામ જેની કીમત 54990 રૂપીયા પોલીસે કબજે કરી બસની કીમત 8 લાખ જેના માલીક ભરતભાઇ હકમાભાઈ પટેલ ઉ.વ 32 રહે ગીરીરાજ આશ્રય ફ્લેટસ શુરભી રેસીડેન્સીની બાજુમાં નીકોલ અમદાવાદ મોબાઇલ નંગ 1 કીમત 8 હજાર, 40 હજારનો દારૂ મળી કુલ 1410910 રૂપીયાનો મુદ્દમાલ કબ્જે કરી ભરત પટેલને પોલીસે ઝડપી પાડી આ ગુનામાં સંડોવાયોલ રાજ નામનો ઇસમ રહે જલગાંવ તથા અંકલ નામનો ઇસમ રહે અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...