તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પલસાણા પોલીસ આચારસંહીતા અમલીકરણ માટે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન બાતમી આધારે પોલીસે ટેમ્પોને થોભાવતા ચાલક ટેમ્પો લઈ ભાગ્યો હતો, જેને પોલીસે ઉંભેળ ગામની સીમમાંથી હાઇવે પરથી પકડી ટેમ્પોમાં ચેક કરતા ચોરખાનામાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ ગુનામાં એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પલસાણા પી. એસ. આઈ. ચેતન ગઢવી સહિતનો સ્ટાફ રવિવારના દિવસે પલસાણા ચાર રસ્તા ખાતે આચારસંહિતાના અમલીકરણ માટે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મહિપાલસિંહ રઘુવીરસિંહને મળેલી બાતમી આધારે પલસાણા ને.હા.નં-48 ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો નંબર GJ-09-AV-3011 આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. જોકે ચાલક ટેમ્પો પૂરઝડપે હંકારી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે ઉંભેળ ગામની સીમમાં હાઇવે ઉપર ટ્રાફિકજામ હોવાથી પોલીસે ટેમ્પો ચાલક અરવિંદભાઇ શંકરભાઇ વળદે (હાલ રહે. પાશ્વ ટાઉનશીપ સ્વામિનારાયણ ફ્લેટ નવા નરોડા રોડ અમદાવાદ મુળ રહે. વલગાવ થાના-ખોલાપુર ણા જી.અમરાવતી (મહારાષ્ટ્ર) તથા ક્લિનર અંગદ છોટેલાલ યાદવ (હાલ રહે. ફોજદારની ચાલ શિવશક્તી મંદિરની બાજુમાં હીરાવાડી અમદાવાદ મુળ રહે. ખુદવલ જી.આજમગઢ, યુ.પી) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ટેમ્પોની પાછળના ભાગે તપાસ કરતાં ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂની કુલ 624 બોટલ કિંમત 3,20,400 નો જથ્થો મળી કુલ 5,31,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા તોતાસિંગ (રહે, નરોડા અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.