તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આગળ ખાડો હોવાથી બ્રેક મારતાં 3 બાઇકસવાર પટકાયા, 1નું મોત, દેવધ ગામની સીમમાં ગોડાદરાના યુવકોને અકસ્માત

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ત્રણ મિત્રો મોટરસાઇકલ લઈ નજીકના ગામે કામ અર્થે મોડી રાત્રીએ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ રોડપર એકાએક ખાડો અવાતા મોટરસાઇકલની બ્રેક મારતા મોટરસાઇકલ સ્લીપ થઈ જતા ત્રણેય મિત્રો રોડપર પટકાતા બે ને ગંભીર ઈજાઓ થઈ હતી. જે પૈકી એક મિત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા શુભમ તેમજ આકાશ અને આનંદ નામના ત્રણ મિત્રો ગત 22મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રીએ નંબર વગરની એપેચી મોટરસાઇકલ લઈ સુરતના ગોડાદરાથી પલસાણા તાલુકાના સેઢાવ ગામે કામ અર્થે આવ્યા હતાં. જેઓ પરત ફરતી વખતે દેવઢ ગામની સીમમાં હળપતિ વાસની સામેથી પસાર થતી વખતે રોડ પર એકાએક ખાડો આવી જતા બ્રેક મારી હતી. જેથી મોટરસાઇકલ સ્લીપ થઈ હતી. અકસ્માતમાં ચાલક શુભમને મોઢાંના ભાગે તેમજ આકાશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ અન્ય મિત્ર આનંદને સામાન્ય ઈજાઓ થઈ હતો આકાશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સુરતની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું 27 મી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો