સુરત જિલ્લા એલસીબીએ બાતમી આધારે પલસાણાના કરાળા ગામથી ડાભાં ગામ તરફ જતા આંતરિક રસ્તા પર વોચ ગોઠવી બાતમી મુજબના બે થ્રિ વિલહર ટેમ્પો આવતા એને અટકાવ્યા હતા જેમાં એક ટેમ્પો GJ 05 BW 3746ના ચાલક પોલીસ જોઈને ટેમ્પો રસ્તા પર જ મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે બને ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પાની પાછળ જુદી જુદી બ્રાન્ડની 612 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી
પોલીસે 2.64 લાખની કિંમતનો દારૂ તેમજ બને 1.60 લાખની કિંમતના થ્રિ વિલહર ટેમ્પા તેમજ મોબાઈલ મળી 4.29 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી GJ 05 BV 2624 ના ચાલક સુમિત કાળુજી બ્યાવત (રહે.તાંતીથૈયા ગોકુળધામ સોસાયટી મૂળ ભીલવાળા રાજસ્થાન )ની અટકાયત કરી અન્ય એક ટેમ્પો GJ 05 BW 3746 ના ચાલક રોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ દારૂ ભરાવનાર વિનોદ મારવાડી અને ગણપત મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ દારૂ મગાવનાર સુરતના રોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.