પલસાણા પલસાણા તાલુકાના બલેશ્વર ગામની હદમાં આવેલા જૈન દેરાસરની બાજુમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી પલસાણા મામલતદારે 24 હાજર લીટર બાયોડિઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડતા ફફડાટ ફેલાયો હતો.
જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની હદમાં આવેલ જેન દેરાસરની બાજુમાં આવેલા નકોડા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં બાયોડિઝલના સગેવગે થતા હોવાની હકીકત પલસાણા મામલતદાર એન.સી.ભાવસારને મળતા સ્ટાફના માણસો સાથે શુક્રવારે બપોરેે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક ટેન્કરની અંદરથી 24 હજાર લીટર જેની કિંમત 16.80 લાખનો બાયોડીઝલ મળી ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ મળી 39.45 લાખનો મુદ્દામાલ પલસાણા મામલતદારે સિઝ કરી કાર્યવાહી હાથધરી હતી.
સુરત જિલ્લાના માંડવીના કરંજ ખાતે સ્ટેટ મોનીટરીંગ ટીમ સેલે 1.57 કરોડનો બાયોડિઝલ ઝડપી પડ્યા બાદ હવે સ્થાનિક પોલિસ અને મામલતદાર અને પુરવઠા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
ગેસ ટેન્કરમાં બાયોડિઝલ ભરતા હતા
બાયોડિઝલના વ્યાપાર માટે માફિયાઓ ગેસ ટેન્કરનો ઉપયોગ કરતા હતા. ગેસ ટેન્કરમાં બાયોડિઝલ ભરી લાવ્યા બાદ સાદા ટેન્કરમાં ભરતા મામલતદાર ગેસ ટેન્કર પણ કબ્જે લીધું હતું.
રેડ પડી તે સમયે વોચમેને એલાર્મ વગાડી ડિઝલ માફિયાને એલર્ટ કરી દીધા હતા
મામલતદાર બાયોડિઝલના ગોડાઉન પર રેડ કરવા ગયા તે સમયે મામલતદારની ગાડી દરવાજા પર જોઈ વોચમેને એલાર્મ વગાડી ડીઝલ માફિયાને એલર્ટ કર્યા હતા. એકાએક એલાર્મ વાગતા મામલતદાર સહિતની ટિમ પણ ડરી હતી કે કોઈ હુમલા એલર્ટ માટે તો એલાર્મ નથી વગાડાયું. એલાર્મ વાગતાની સાથે જે એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ખાલી થઈ રહેલા ડિઝલનો પાઇપ ડ્રાઇવરે કાપી નાખ્યો હતો. જોકે મામલતદારની ટિમ સમયસર ઘટના સ્થળે પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.