કાર્યવાહી:શાકભાજી કેરેટની આડમાં 2.26 લાખનો દારૂ પકડાયો

પલસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં નિયોલ ગામની સીમમાંથી કડોદરા પોલીસે વિદેશી ભરેલ ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. ટેમ્પામાંથી પોલીસે 2,26,800નો દારૂ કબ્જે કરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બે ને વોંટેડ જાહેર કર્યા હતા.

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કડોદરા પી.આઈ. હેમંત પટેલને અંગત રાહે મળેલી બાતમી આધારે પોલિસે ટિમ બનાવી બાતમી આધારે વોચ ગોઠવી પલસાણા તાલુકાના નિયોલ ગામની સીમમાં હળપતિવાસ તરફ જતા રસ્તા પરથી બાતમી મુજબનો ટેમ્પો નંબર GJ -05-AV-5986 આવતા તેને અટકાવ્યો હતો અને ટેમ્પામાં બેસેલ ચાલક સુભાષગીરી શીવગીરી રામગીરી ગોસ્વામી (હાલ રહે-ઉધના નીલગીરી સર્કલ, ઉધના, સુરત મુળ રહે- પીપલોદા જી. રતલામ (એમ.પી)ને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પો પાછળના ભાગે તપાસ કરતાં શાકભાજીના કેરેટની આડમાં સંતાડેલી દારૂની બોટલ નંગ 2028 કિંમત રૂ, 2,26,800નો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ દારૂ સોનું ઉર્ફે સુનિલ તેમજ અશોક નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. પોલીસે બંનેને વોંટેડ જાહેર કરી ટેમ્પો તેમજ દારૂની બોટલ સહિત 4,12,300નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...