તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કરણ ગામ પાસે આઇસરે બાઇકને અડફેટે લેતા 2 ગંભીર

પલસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મોહણી ગામથી ચલથાણ મોટરસાઇકલ પર આવતા બે મિત્રોને કરણ ગામની સીમના પોલીસ સ્ટેશન નજીક નહેરના રસ્તે અકસ્માત નડયો હતો અકસ્માતમાં ગંભીરે ઇજાગ્રસ્ત યુવાનોને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડતા પોલિસે માનવતા મહેકાવી હતી. શનિવારે બાઇક GJ 05 EH 7736 લઈ શાહર શબ્બીર ડાભી (20)અને તેની પાછળ બેસેલા સ્હેજાદ અહેમદ સિંધા (24) મોહણી ગામથી ચલથાણ નહેર વાળા રસ્તે આવી રહ્યા હતા

જે અરસામાં કડોદરા પોલિસ સ્ટેશન નજીક ચલથાણથી સુરત તરફ જઈ રહેલી આઇસર DD 01 A 9238એ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બંને ો રોડ પર પટકાયા હતા બને યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેઓને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા. આઇસર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. કડોદરા પોલિસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

108 મોડી આવી
કડોદરા જી.આઈ.ડી.સી નજીક થયેલા અકસ્માતમાં પોલીસ સ્ટેશન માંથી દોડી આવેલા રોહિત નાઓનો પોલીસકર્મી માનવતા દાખવી પ્રાઇવેટ વાહનમાં બને ઇજા ગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ડોકટરે જણાવ્યું હતું કે જો સમય સર યુવાનોને સારવાર નહિ મળતે તો અજુગતું બન્યું હોત જોકે ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સને આવતા અર્ધો કલાકથી વધુનો સમય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો