તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવા ખોદાયેલા તળાવમાં નાહવા પડેલા 5 સગીર પૈકી 2ના મોત

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચલથાણમાં નવા બનાવેલા તળાવમાં બે સગીર ડૂબી જતાં મોત થયા હતા. - Divya Bhaskar
ચલથાણમાં નવા બનાવેલા તળાવમાં બે સગીર ડૂબી જતાં મોત થયા હતા.
 • ચલથાણ ગામમાં હાલમાં જ તળાવ ઊંડુ કરાયું હતું
 • પાંચેય મિત્રો સાથે ભણતા હોવાથી ભેગા મળી નાહવા ગયા હતા

ચલથાણની 5 વીઘા સરકારી જમીન પર નવા ખોદાયેલા તળાવમાં ધુળેટીના દિવસે નાહવા પડેલા બાજુના ગામના પરપ્રાંતી 5 સગીર પૈકી 2ના તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યુ હતુ. મોડે મોડે પહોંચેલા ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ લાશ કિનારે કાઢી હતી.

ચલથાણમાં બ્લોક નંબર 93 વાળી સરકારી જમીન પર ષે 5 વીઘામાં તળાવ ખોદવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન વહેણ ફૂટતા તળાવમાં 10 ફૂટ પાણી ભરાયું હતું. સોમવારે ધુળેટી હોવાના કારણે ક્રિષ્ના શ્રીભુવન ગુપ્તા (17, કડોદરા), સચિન રામચરણ સિંહ (17, કડોદરા), સત્યમ સૂર્યમણિ માલી (17, કડોદરા), સૌરભ હરેન્દ્રરાય રોય (17, તાંતીથૈયા) તેમજ અન્ય એક એમ 5 સગીર તળાવમાં નાહવા પડ્યા હતા, જે પૈકી સત્યમ અને સૌરભ બંને તળાવમાં ડૂબી ગયા હતા. ઘટના ઢોર ચરાવતા ભરવાડોએ જોઈ ગ્રામજનોને જાણ કરી હતી, જે બાદ ફાયરને જાણ કરતા કલાક બાદ આવી બે કલાકની શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. કડોદરા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આવી મૃતદેહનો કબજો લઇ પી.એમ અર્થે મોકલી આપ્યા હતા.

કોન્ટ્રાક્ટર-પંચાયતની મિલીભગતમાં કામ અધૂરુ
તળાવના કોન્ટ્રાક્ટ વખતે પંચાયત અને કોન્ટ્રાક્ટર વચ્ચે લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી કે તળાવની ફરતે ફેનસિંગ કરી બ્લોક બેસાડવામાં આવશે. તેમજ બે ઓવરા બનાવવામાં આવશે. જોકે કોન્ટ્રાક્ટરની માટી ખોદકામની રોયલ્ટી પુરી થઈ જતા કોન્ટ્રાક્ટર રાતોરાત કામ બંધ કરી ભાગી છૂટ્યો હતો. પંચાયત અને કોન્ટ્રાક્ટ વચ્ચે થયેલી વાતચીતમાં માત્ર બે દિવસમાં કામ શરૂ કરી દેવામાં આવશે. તેવો દિલાસો આપી સંપૂર્ણ મામલો સમેટી લેવામાં આવ્યો હતો, જે વાતને એક મહિના બાદ આ ગોઝારો બનાવ બન્યો છે. આમ કોન્ટ્રાક્ટ અને પંચાયતની મિલીભગતે બે યુવાનનો ભોગ લીધો.

કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ
બનાવ બાદ કોન્ટ્રાક્ટરની બેદરકારી જોતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભુમાફિયા કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ચલથાણના તલાટી કમ મંત્રીની ગેરજવાબદારીના કે 18 મીટર કરતા પણ ઊંડા તળાવમાં ફરતે આડશ કે ચેતવણી રૂપ બોર્ડ પણ મૂકવામાં નહિ આવ્યા, જેના કારણે બે નિર્દોષ સગીરના મોત નિપજ્યા હતા.

હાલ અકસ્માત મોત ગુનો દાખલ
હાલ તો બનાવને જોઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન જો કઈક જણાઈ આવે તો એ મુજબની કાર્યવાહી હાથધરવામાં આવશે. > આનદ બ્રહ્મભટ્ટ, પીઆઈ, કડોદરા GIDC

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો