તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પલસાણા અને વરેલીથી ‌વધુ 2 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા

પલસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલો બોગસ બંગાળી ડોકટર - Divya Bhaskar
પકડાયેલો બોગસ બંગાળી ડોકટર
  • 12 ભણેલા બંગાળી યુવકો લોકોની જિંદગી સાથે ચેડા કરતા હતા

પલસાણા અને વરેલી ખાતેથી વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા હતા. પલસાણા પોલિસે પલસાણા ખાતે યોગીવિલા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એક ક્લિનિકમાં રેડ કરી મૂળ પશ્ચિમ બંગાળનો અને દવાખાનામાં જ રહેતો રાજુ મુકુંદ વિશ્વાસ (27)ને ઝડપી દવાખાના અંગે જરૂરી પુરાવા માંગતા બોગસ હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથક વિસ્તારમાં આવેલ વરેલી ગામે એક ઝોલાંછાપ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. કોરોના જેવી ગંભીર બીમારી રાજ્યમાં ચાલી રહી છે.

ત્યારે તેનો ફાયદો ઉપાડી અંગૂઠાછાપ વ્યક્તિ પણ નકલી ડોક્ટર બનીને મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરી રહયા છે. ત્યારે પલસાણાના વરેલી ખાતે આવેલ ગીત ગોવિંદ સોસાયટી સાઇકૃપા કોમ્પ્લેક્ષ દુકાન નંબર-2માં ડિગ્રી તેમજ ઇંડિયન મેડિસિન કાઉન્સીલ તથા ગુજરાત મેડિસિન કાઉન્સીલના નોંધણી પ્રમાણ પત્ર વગર જ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી આશીર્વાદ ક્લિનિક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડાં કરતો રાનાપ્રતાપ વિજયગોપાલ પંચાનદ રાય (રહે, ગીતગોવિંદ સોસાયટી, વરેલી, તા-પલસાણા, મૂળ રહે, ગોલા, જી-નદીયા, વેસ્ટબંગાલ) ને કડોદરા જી.આઇ.ડી.સી પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ બને બોગસ ડોક્ટર પાસેથી પોલીસે દવાઓનો મોટો જથ્થો મળી કુલ રૂ. 9066 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પુછતાછમાં બને ઝોલછાપ ડોક્ટરો 12 ભણ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...