કડોદરા GIDC આગ:17 કામદારો ચેઇનના પટ્ટા પકડીને ઉતર્યા, હથેળીની ચામડી પણ નીકળી ગઈ!

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરાછામાં રહેતા કંપની માલિકે મેઇન ગેટને તાળું માર્યું હતું
  • ઇમરજન્સી એક્ઝિટના શટર પણ બંધ હોવાથી જીવ જોખમાયા

વરેલી ગામે માસ્ક અને પેકિંગ બેગ બનાવતી વિવાહ પેકેજિંગ કંપનીના માલિકે રાત્રી સમયે મુખ્ય દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું હોવાનું દોરડું બાંધી ફેક્ટરીની છત પરથી નીચે ઉતરેલા કામદારે જણાવ્યું હતું. કંપનીના યુનિટમાંથી બહાર નીકળવાનો ફક્ત એક જ રસ્તો હોય, શરૂઆતમાં આગ લાગતા બધા ગભરાઇને કંપનીના મુખ્ય દરવાજા તરફ દોડ્યા હતા, પરંતુ મુખ્ય દરવાજો બહારથી બંધ હતો, તેમજ દરેક માળે બનાવેલા એક્ઝિટ પોઇન્ટ પર પણ શટરને ટાળા હતા.

આગને કારણે કાળા ધૂમાડાએ આખા યુનિટને ઘેરી લેતા ગૂંગળામણ થવા લાગી હતી. જેના કારણે તમામ કામદારો જીવ બચાવી ફેકટરીના છત પર દોડી ગયા હોવાનું જણાવ્યું હતું. મુખ્ય દરવાજો ખુલ્લો હોત તો જાનહાની ટાળી શક્યા હોવાની પણ સ્થળ પર ચર્ચા થતી હતી.જીવ બચાવવા માટે છત પરથી દોરડું બાંધી નીચે ઉતરેલા 17 જેટલા કામદારોના હાથની હથેળીની ચામડી નીકળી ગઈ હતી. આ ઇજાગ્રસ્ત કામદારોને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, 67 કામદારોને સુરત સિવિલમાં ખસેડાયા હતા. જે પૈકી મોટા ભાગના કામદારને સામાન્ય ઈજાઓ હોવાના કારણે તપાસ કરી રજા આપી દીધી હતી.

તમામ પૈકી ચલથાણ સંજીવની હોસ્પિટલમાં એક કામદારની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જે. જે. પટેલે જણાવ્યુંં કે ટર્ન ટેબલ લેડર અને હાઈડ્રોલીક પ્લેટફોર્મની મદદથી ટેરેસ પર તેમજ પાંચમા માળે ફસાયેલા 100થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા.