પર્યાવરણ પ્રત્યે જાગૃતિ:1500 કી.મી. સાઇકલ યાત્રા કરનાર કમાન્ડોનું પલસાણામાં સ્વાગત

પલસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી ઈન્ડિયા ગેટથી મુંબઈ ગેટ વે ઓફ ઈન્ડિયા સુધીની યાત્રા

દિલ્હીના ઈન્ડિયા ગેટ થી મુંબઈ ગેટવે ઓફ ઈન્ડિયા સુધી ૧૫૦૦ કી.મી. ની સાઇકલ યાત્રા ૧૫ દિવસમાં પૂરી કરનાર સાઇકલ યાત્રી પલસાણા પંથકમાં પહોંચતા તેઓનું ભાવ પૂર્વક સ્વાગત કરાયુ હતું.

ભારત દેશ માટે ‘બ્લેક ડે’ ગણાતા ૨૬/૧૧ ના દિવસે મુંબઈ તાજ હોટલમાં થયેલ આતંકવાદી હુમલો જે આજે પણ દેશવાસીઓની ભૂલી શક્યા નથી. તે ભયાનક સ્થિતિમાં હોટલની અંદર પ્રથમ પ્રવેશ કરનાર અને આતંકવાદીઓની બંધુકની ગોળીઓનો સામીછાતીએ સામનો કરનાર કમાન્ડો પ્રવીણ ટીઓટીયા દ્વારા દેશ વાસીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જે યાત્રા તા. ૧૦-૧૧-૨૦૨૧ ના રોજ દિલ્હી ઈન્ડિયા ગેટ થી શરૂ કરી આવનાર તા. ૨૬-૧૧-૨૦૨૧ ના રોજ મુંબઈ ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે પૂર્ણ કરનાર છે. તો ૧૫ દિવસમાં ૧૫૦૦ કી.મી. નું અંતર સાઇકલ પર કાપનાર દેશના બહાદુર જવાન તેમની યાત્રા દરમ્યાન પ્રથમ કામરેજના વાવ ખાતે આવતા એસ.આર.પી. ગ્રુપ દ્વારા તમામનું સ્વાગત કરી વૃક્ષારોપણ કરાયુ હતુ. તેમજ બાઈકર્સ કલબ દ્વારા વાવ એસ.આર.પી. ગ્રુપ થી પલસાણા સુધી એસકોટિગ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પલસાણા ખાતે પણ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...