તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરક્ષ સમિતિ:ચલથાણ હાઇવે પરથી 14 પશુઓને ઉગારી લેવાયા, કુલ 10.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચલથાણ પાસે એક ટ્રકને અટકાવી 14 પશુને ઉગારી લેવાયા હતા.ગૌરક્ષ સમિતિના કિશનભાઈ કિશોરભાઈ ખેની તેમજ તુષારભાઈ કાનાણી તથા જયેશભાઈ ભરવાડનાઓ ગતરોજ કામરેજ ચાર રસ્તા પાસે ને.હા.નં-48 ઉપર ઊભા હતા. તે સમયે એક ટ્રક નંબર (RJ-19-GA-6517) ત્યાંથી પસાર થતાં તેમાં પશુઓ ભરેલા હોવાનું જણાતા તેમણે આ ટ્રકનો પીછો કર્યો હતો. તે દરમિયાન પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં રેલ્વે બ્રિજ નજીક ટ્રક અટકાવી હતી. અને ટ્રકની પાછળના ભાગે જોતાં ટ્રકમાં 12 નંગ ભેંસ અને 2 પાળાને ગળેથી માથા સુધી દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. ટ્રકમાં ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે લઈ જવાતી ભેંસ અને પાડાને ગૌરક્ષકોની ટીમે ઉગારી લીધી હતી. ત્યારબાદ કડોદરા પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રક જેની કિંમત રૂ. 8 લાખ અને 2.46 લાખની ભેંસ મળી કુલ 10.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. 

અન્ય સમાચારો પણ છે...