તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટ્રકના હુડમાં ચોરખાનું બનાવી લઈ જવાતો 10.74 લાખનો દારૂ પલસાણામાં પકડાયો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, વાહન અને અન્ય થઈ કુલ રૂ. 20,77,020નો મુદ્દામાલ જપ્ત કરાયો

એલ.સી.બી. સુરત ગ્રામ્યનાં પી.આઈ. દ્વારા પલસાણાથી ગેરકાયદે દારૂ વહન કરતો ટ્રક ઝડપી પડાયો હતો. ટ્રકમાં દારૂ, વાહનની કિંમત, મોબાઈલ અને અંગઝડતી થઈ કુલ રૂ. 20,77,020નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.એલસીબી સુરત ગ્રામ્યનાં પીઆઈ બી. કે. ખાચર પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે એક ટાટા ટ્રક (MH 04 EY 1515) ગેરકાયદેસર દારૂ લઈ વાપીથી ને.હા.નં. 48 પર પલસાણા થઈ બારડોલી તરફ જનાર છે. તેઓ દ્વારા ટ્રકનાં હુડનાં ભાગે ચોર ખાનું બનાવી તેમાં દારૂ મૂકી ઉપરની તરફ કાળા કલરની તાળપત્રી ઓઢાડી છે.

મળેલ બાતમી અનુસાર પલસાણા બ્રિજનાં અંતમાં પોલીસ દ્વારા વોચ ગોઠવતા બાતમી મુજબનું વાહન આવતા તેને ઉભું રાખવામાં આવેલ અને વાહન ચકાસતા તે ખાલી હતું. ત્યારબાદ તેનાં ઉપરનાં હુડનાં ભાગે તાડપત્રી હટાવી જોતા ચોરખાનામાંથી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારબાદ પકડાયેલ ચાલકને પોતાનું નામ પૂછતાં તેણે પોતાનું નામ અનિલકુમાર સિંગ(43) અને ક્લીનરે તેનું નામ દિપક ગોવિંદભાઇ શર્મા (હરિયાણા) જણાવ્યું હતું. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતાં વાપી હાઈવે પર મુન્નાભાઈએે ભરી આપેલ હોવાનું જણાવ્યુ હતું.

દારૂની બોટલ ગણતા 9108 બોટલો થઈ રૂ. 10,74,000 નો દારૂ, ટ્રકની કિંમત રૂ, 10,00,000 આરોપીનો મોબાઇલનાં રૂ. 500 અને રોકડ રૂ. 520 થઈ કુલ રૂ. 20,77,020નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બંને આરોપીઓ તેમજ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...