કડોદરા બાલાજી નગરમાં પહેલા માળે ભાડાના મકાનમાં તીન પત્તીનો જુગાર રમી રમાડતા 10 વ્યક્તિને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન, રિક્ષા, તેમજ રોકડ રકમ મળી કુલ 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કડોદરામાં જુગાર રમતા 10 વ્યક્તિને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. કડોદરા ખાતે બાલાજી નગરમાં પહેલા માળે ભાડાના મકાનમાં રહેતા વિજય ચાવડા કે જે બહારથી માણસો બોલાવી મકાનમાં પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા હતા.
જે અંગેની બાતમી કડોદરા પોલીસને મળતા તેમણે રેડ કરી ઘટના સ્થળેથી જુગાર રમી રહેલા 10 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દાવપરના રોકડા 17,510, તથા અંગઝડતીના રોકડા 47,930, તેમજ ચાર ઓટોરિક્ષા કિંમત 1.20 લાખ તથા 5 મોબાઈલ કિંમત 18,000 મળી કુલ રૂ. 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ લોકો જુગાર રમતા ઝડપાયા
વિજય ચાવડા, રાજુ બામણીયા, ડેનીશ મજેઠીયા, પ્રવીણ છોટાલા, રમેશ સોલંકી, શભાઈ શિહોરી, ઘૂઘા મકવાણા, ગોપાલ કરીયા, કમલેશ ગોહિલ, મહેન્દ્ર પટેલ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.