તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:નહેરમાંથી મળેલું શંકાસ્પદ ઝેરી પ્રવાહી પીવાથી 1 મહિલાનું મોત, ત્રણ ગંભીર

પલસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝેરી પ્રવાહી પીધા બાદ તબીયત લથડતાં ત્રણેય યુવકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. - Divya Bhaskar
ઝેરી પ્રવાહી પીધા બાદ તબીયત લથડતાં ત્રણેય યુવકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
  • બગુમરા પાસેની ઘટનાને લઈ અનેક તર્કવિતર્ક
  • લઠ્ઠાને કારણે ઘટના બની હોવાની લોકચર્ચા

પલસાણા તાલુકાના બગુમરા ગામે આમલી ફળિયામાં રહેતા એક દંપતી તેમજ 12 વર્ષીય બાળક અને એક યુવાન બુધવારના રોજ કેનાલ ઉપર માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન નહેરના પાણીમાંથી મળી આવેલું શંકાસ્પદ ઝેરી પ્રવાહી પીધું હતું, જેને લઈ તમામની તબિયત લથડી જતાં 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન રસ્તામાં જ મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3ની હાલત ગંભીર હોઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે આમલી ફળિયામાં રહેતા સંજય ઉર્ફે બોડો સુખાભાઈ રાઠોડ (35) તેની પત્ની રાજુ ઉર્ફ ફૂગલી સંજય રાઠોડ (30)ઉપરાંત તેમને ત્યાં આવેલા સંબંધી હિતેશભાઈ દિનેશભાઇ રાઠોડ 25 (રહે. હળપતિવાસ ડાભા) ઉપરાંત બગુમરા ગામે જ આમલી ફળિયામાં રહેતા 12 વર્ષના શિવકુમાર રાઠોડએ ગત બુધવારના રોજ માછલી પકડવા માટે બગુમરા ગામે કેનાલ ઉપર ગયા હતા, જ્યાં કેનાલમાંથી કોઇ પ્રવાહી મળી આવતા આ તમામે તે પીધું હતું. ત્યાર બાદ તેમની હાલત લથડતાં સાંજના 6 વાગ્યાના અરસામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે રસ્તામાં જ ફૂગલીબહેનનું મોત નીપજ્યું હતું એ દરમિયાન સંજય સ્વસ્થ હતો. ત્યારબાદ સંજય તેમજ હિતેશ અને 12 બાળક શિવકુમારની તબિયત પણ લથડતા તેમને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સંજય અને હિતેશ બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સંજયની હાલત નાજુક હોવાની જણાઈ આવ્યું હતું.

જોકે રાજુબહેનની પી.એમ કર્યા વિના જ અંતિમવિધિ કરી દેવામાં આવી છે. પોલિસ લઠ્ઠા કાંડને નકારી રહી છે. તો ઘટના બાદ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ છે.

પ્રવાહી શું હતુ તે જાણી શકાયું નથી
તબીબના જણાવ્યા અનુસાર કોઈ ઝેરી પ્રવાહીના લીધે તેમની આ હાલત થઈ છે પરંતુ ઝેરી પ્રવાહી શુ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

જૂનો દારૂ મળી આવ્યો હોવાની ચર્ચા
એકતરફ ચાલતી ચર્ચા મુજબ જૂનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જે પીધા વાદ તેની તબિયત લથડી છે જોકે પોલીસ આ વાત નકારી રહી છે.

સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા
3 પેશન્ટ આવ્યા હતા જેઓના અમારી પ્રાથમિક તપાસમાં તેઓના શરીરમાંથી ઝેરનું પ્રમાણ મળી આવ્યું છે. તમામના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. રિપોર્ટ બાદ જ ખેરખર શાનું ઝેર ફેલાયું છે તે જાણવા મળશે ત્રણ પૈકી એક સંજયભાઈની હાલત વધુ ગંભીર છે. - ડો.જયદીપ પાદરિયા, સંજીવની હોસ્પિટલ, ચલથાણ

ભોગ બનનાર ભાનમાં આવે પછી જ હકીકત ખબર પડશે
મહિલાને દમની બીમારી હોવાનું જણાય આવ્યું છે જ્યારે આ ત્રણેયના શરીરમાં ઝેરની અસર હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. દારૂ પીધા હોવામાં કારણે જ આ પ્રકારની ઘટના બની હોઈ તેવા કોઈ પુરવા નથી. ભોગ બનનાર હાલમાં નિવેદન આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી તેઓના ભાનમાં આવ્યા બાદ જ સાચી પરિસ્થિતિ જાણી શકાય તેમ છે. - રૂપલબહેન સોલંકી, ડીવાઈએસપી,બારડોલી

અન્ય સમાચારો પણ છે...