તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:બગુમરાના ઝેરી પ્રવાહી પી જવાના કેસમાં વધુ 1નું મોત, 4 લોકોએ નહેરમાંથી મળેલું પ્રવાહી પીધું હતું

પલસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના બગુમરામાં શંકાસ્પદ પ્રવાહી પીધા બાદ ચારની તબિયત લથડિયા બાદ એક મહિલાનું મોત નીપજયું હતું. જે બાદ વધુ એક યુવાનનું મોત નીપજયું છે.બુધવારે બગુમરાનો સંજય ઉર્ફે બોડો સુખાભાઈ રાઠોડ (35) તેની પત્ની રાજુ ઉર્ફ ફૂગલી સંજય રાઠોડ (30)ઉપરાંત તેમને ત્યાં આવેલા સંબંધી હિતેશભાઈ રાઠોડ 25 (રહે.ડાભા) તેમજ ફળિયામાં જ રહેતો 12 વર્ષના શિવકુમાર રાઠોડ માછલી પકડવા માટે બગુમરા ગામે કેનાલ ઉપર ગયા હતા.

જ્યાં કેનાલમાંથી શંકાસ્પદ ઝેરી પ્રવાહી મળી આવ્યું હતું. જે ચારેય જણાએ પીધું હોવાની ચર્ચા છે. પ્રવાહી પીધા બાદ જ તેમની તબિયત લથડતા ચારેયને હોસ્પિટલ લઇ જવાયા હતા ત્યારે રસ્તામાં જ રાજુબહેનનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજય, હિતેશ અને શિવની તબિયત બગડતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન શનિવારના રોજ સંજય ઉર્ફે બોડો રાઠોડનું મોત નીપજયું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...