તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:અંત્રોલી ગામમાં ટ્રકમાં 24.45 લાખના દારૂ સાથે 1 ઝડપાયો, 8 ફરાર

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક અને પાંચ કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પર રેડ કરતાં જ દારૂ લેવા આવેલા લોકોમાં ભાગદોડ મચી હતી. પોલીસે 14થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ મહારાષ્ટ્રના નવાપુર રહેતા વિશ્વાસ ગડરી તેમજ તેનો ભાઈ ગોરખ રૂફે પિન્ટુ ગડરી પાસે દારૂ ટ્રકમાં ભરી અંત્રોલી ગામની સીમમાં દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે અને દારૂ કેયૂર રોહિત ભંડારી (બારડોલી), બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ (ચલથાણ), મનીષ મારવાડી (જોળવા)ને વેચાણ અર્થે પૂરો પાડતો હતો.

બાતમીના આધારે પોલીસે કાર્ટિંગ વાળી છાપો મારતા દારૂ લેવા આવેલા લોકોમાં દોડધામ મચી હતી. ઇનોવા કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. તો કેટલાક શખ્સો તેમના વાહનો સ્થળ પર જ મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક સંતોષ પવાર ( નંદુરબાર, મહારાષ્ટ્ર)ને પકડી પૂછપરછમાં સંતોષે જણાવ્યુ હતું કે તે બે મહિનાથી નવાપુરના પિન્ટુ ગડરી તથા વિશ્વાસ ગડરીને ત્યાં દારૂના ધંધાએ ડ્રાઇવરની નોકરી કરે છે અને ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક લઈ જવાના એક ફેરાના રૂ. 4 હજાર મળે છે, જ્યારે એ ટ્રક સન્ની પટેલને આપતો તે એક ફેરાના રૂ. 6 હજાર આપતો હતો.

​​​​​​​પોલીસે સ્થળ પરથી 17961 બોટલ દારૂ રૂ 24 લાખ 45 હજાર 360, રોકડા રૂ. 5700, ટ્રક કિંમત 20 લાખ, પાંચ કાર કિમત 18.50 લાખ, ત્રણ મોબાઇલ રૂ. 1500, તાડપત્રી અને રસ્સી રૂ 2 હજાર મળી કુલ 63 લાખ 4 હજાર 560નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં દારૂ પૂરો પાડનાર વિશ્વાસ ભીમરાવ ગડરી તેનો ભાઈ ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરી, જથ્થો મંગાવનાર સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ , સોહન પાસેથી દારૂ લેવા આવનાર કેયૂર ભંડારી , બદરી જાટ ઉર્ફે બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો પટેલ, મનીષ મારવાડી, સુરેશ સહિત 14 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...