આત્મહત્યા:ઓલપાડ તાલુકાના કારેલી ગામમાં માતા ખરીદી કરવા સાથે ન લઇ જતાં 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઇ લીધો

ઓલપાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમની એક રેસીડેન્સીમાં રહેતી એક 12 વર્ષની સગીર માસુમ બાળકીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

વિધવા માતાને બે દીકરી છે
મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના ફતેહપુર જિલ્લાની વતની મહાવિર્યા તે રામસેવક પંચા નિશાદની વિધવા(ઉ.વ.35) હાલ ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં સુગર રોડ પર આવેલ સિધ્ધી રેસીડન્સીના મકાન નં.11 માં રહે છે. આ વિધવા પલ્ટી મશીન ચલાવવાનું કામ કરી બે સગીર દિકરી પૈકી અર્પિતા અને અંકિતાનું ગુજરાન ચલાવે છે.

બંને દીકરીઓએ સાથે જવા માટે જીદ કરી હતી
ગત ગુરૂવાર, તા.12 ના રોજ સાંજે 5.30 કલાકના સુમારે માતા મહાવિર્યા બજારમાં ખરીદી કરવા તથા દવા લેવા જતી હતી. તે દરમિયાન બંન્ને દીકરીઓએ સાથે જવા માટે જીદ કરી હતી. પરંતુ માતા નાની દિકરી અર્પિતાને જ સાથે લઇ ગઈ હતી, જેથી તે સમયે અંકિતા રામસેવક પંચા નિશાદ(ઉ.વ.12)એ માતા ઉપર રોષ ઠાલાવ્યો હતો કે તું મને કેમ નહિં લઇ ગઇ? તેમ જણાવી મન દુઃખ લાગી આવ્યું હતું.

નાની ઉંમરે જીવનલીલા સંકેલી
માતા બજારમાં ગઈ તે સમય ગાળા દરમિયાન અંકિતા ઘરની રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ નાની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી હતી. આ મામલાની જાણ માતાને બજારમાંથી પરત આવી ત્યારે થઈ હતી, જેથી તેણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.