અકસ્માત:સાયણમાં કારે આગળ ચાલતી બાઇકને ઉડાવતા મહિલાનું મોત

ઓલપાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયણ ઓવરબ્રિજ પર ગણતરીના દિવસમાં જ 2 અકસ્માત સર્જાયા

ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે રહેતો યુવાન પત્ની સાથે બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે સાયણ ઓવરબ્રિજ ઉપર કારે પાછળથી ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં દંપતી પૈકી મહિલાનું મોત નીપજયું હતું.ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે જલારામ ફળિયામાં રહેતા જગદીશભાઈ મનુભાઈ ઘુમડીયા (ઉ.વ.21) નાઓ સફાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેઓ ગતરોજ સાંજના 6:30 વાગ્યાની આસપાસ પત્ની કાજલબેન સાથે મો.સા નંબર જીજે-05-એચયુ-8148 પર સવાર થઈ સાયણ પ્રમુખકૃપા સોસાયટીમાં રહેતા તેના ભાઈને ત્યાં બેસવા માટે ગયા હતા. અને ત્યાં જમી પરવારીને જગદીશભાઈ પત્ની સાથે ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે સાયણ ઓવરબ્રિજ ઉપર પાછળથી પૂરઝડપે હંકારી આવેલ એક કારના ચાલકે બાઇકને ટકકર મારી ભાગી છૂટ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં જગદીશભાઈ તેમજ કાજલબેનને ઇજા પહોંચતા સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઇજાને કારણે કાજલબેનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...