આત્મહત્યા:લગ્નના 4 માસમાં જ કીમની પરિણીતાએ ફાંસો ખાઇ લીધો

કીમ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડના તાલુકાના કીમ ગામે હીરાપન્ના સોસાયટી આવેલ છે.સદર હીરાપન્ના સોસાયટીના મકાન નંબર 221 માં રહેતી હિનાબેન રિતેશભાઈ પરમાર ના લગ્નજીવનને માત્ર ચાર મહિના જેટલો સમય વિત્યો હતો. ત્યારે કોઈક અગમ્ય કારણોસર પરણિત યુવતીએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી. ઘરમાં કોઈ ચહલ પહલ ન જણાતા કંઈક અજુગતું થયું હોવાનું પડોશીઓ ને જણાયું હતું. અંદરથી બંધ ઘરમાંથી કોઈ જવાબ ન મળતા સ્થાનિકો દ્વારા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરાયો હતો.ઘરમાં પહોંચતા રસોડામાં મકાનની છત ના હુક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી લાશ જોવા મળતા સહુ ચોંકી ઉઠ્યા હતા.

તાત્કાલિક યુવતીને હોસ્પિટલ લઇ જતા ત્યાં ફરજના હાજર તબીબે મૃત જાહેર કરી હતી. કીમ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમની તજવીજ હાથધરી હતી. મહત્વનું છે કે હિના પરમાર ના લગ્ન ચાર માસ અગાઉ જ કીમના રિતેશ પરમાર સાથે થયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હિનાએ કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું છે તે હાલ અકબંધ છે. ઘટના અંગે કીમ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...