કામગીરી શરૂ:સાયણના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયણ સુગર રોડ પર કૃત્રિમ તળાવ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી

સાયણ ગામે ગણેશજીનું સ્થાપન કરતા ગણેશ મંડળોને વર્ષોથી પ્રતિમા વિસર્જન કરવા તકલીફ પડતી હતી. સાયણ ગ્રામ પંચાયત દ્વારા ગામ તળાવમાં સુવિધા ઉભી કરી ઉકેલ લાવવા વિશ્વ હિન્દુ પરિસદ અને બજરંગદળના કાર્યકરોએ આવેદન આપી રજૂઆત કરી હતી. અંતે સાયણ પંચાયતે કૃત્રિમ તળાવની કામગીરી હાથ ધરી છે. સાયણ ગામે સરકારી તળાવ સાથે અન્ય તમામ પ્રકારની સુવિધા હોવા છતાં સાયણ ગામે વર્ષોથી ગણેશ પ્રતિમા વિસર્જનની સુવિધાના અભાવે ગણેશ ભક્તો તકલીફ ઉઠાવતા આવ્યા છે.

2 વર્ષથી મહામારી ફેલાતા સંક્રમણ વધતું અટકાવવા સાથે તાપી નદીમાં થતું પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના મુદ્દે તાપી નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકતા તકલીફમાં વધારો થયો, જ્યારે તંત્રની સુચનાને લઈને ગામે ગામે સરકારી તળાવમાં વિસર્જનની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આમ ગણેશ ભક્તોને વિસર્જનની બાબતે પડતી તકલીફનો ઉકેલ લાવવા સાયણ ગ્રામ પંચાયતે કામગીરી ન કરતા અંતે વિશ્વ હિન્દુ પરિસદ અને બજરંગદળના કાર્યકરોએ ઉપરી અધિકારીઓને આવેદન આપી રજુઆત કરી હતી, અને સુવિધા ઉભી કરાવકાની માંગણી કરી હતી.

ત્યારે હિન્દૂ સંગઠન ના હોદ્દેદારોની માંગણીને અંતે કમને સાયણ ગ્રામ પંચાયતે સાયણ સુગર રોડ પર આવેલ બ્લોક નંબર 477 વાળા સરકારી તળાવની બાજુમાં કૃત્રિમ તળાવની તૈયારી બતાવી છે. આમ કૃત્રિમ તળાવની સાયણ ગ્રામ પંચાયતની કામગીરીએ સાયણના ગણેશ ભક્તોની વર્ષો જુની તકલીફનો ઉકેલ આવ્યો છે.

ઓલપાડમાં તળાવ સાથે દરિયામાં વિસર્જન
ઓલપાડ તાલુકાના 10 થી વધુ ગામોમાં ગામ તળાવમાં જ્યારે અરબી સમુદ્રના કાંઠે આવેલ ડભારી અને મોર ગામે દરિયામાં વિસર્જન કરવામાં આવશે. જ્યારે એક માત્ર સાયણ ગામે સરકારી તળાવ હોવા છતાં પંચાયત દ્વારા કુત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...