સમસ્યા:‘તુ કેમ આહિરવાસના રસ્તા પરથી નીકળ્યો’ કહી હળપતિ યુવકને માર મરાતા 2 જુથો વચ્ચે ઘર્ષણ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડના પરિયા ગામની ઘટનામાં બંને પક્ષો મળી કુલ 17 સામે ફરિયાદ

પરિયા ગામના આહીર વાસમાંથી માતાજીના મંદિર નજીકના રોડ પરથી હળપતિ સમજનો યુવાન જતો હોય. જેને રોકી આહીર વાસના રોડ પરથી જવાની ના પાડવા સાથે શર્ટનો કોલર પકડી ધક્કો માર્યો હતો. ઘટનામાં કહેવા ગયેલા હળપતિ પતી પત્નીને આહીર સમાજના લોકોએ મારમારવાની ઘટના હળપતિ સમજના લોકોએ પણ ઘટના સ્થળે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જીવલેણ હુમલો કરવા સાથે બે સમાજના જૂથ વચ્ચે થયેલા ઘર્ષણમાં બનેવ પક્ષે ફરિયાદ નોધી કાર્યવાહી કરી હતી.

ઓલપાડ તાલુકાના પરિયા ગામે કૂવા ફળીયામાં રહેતા રીમ્પલબેન રમેશભાઈ રાઠોડનો ભાઈ નિમેષ રાઠોડ 27 તારીખે ફળીયામાં બેસવા માટે આહીર વાસના રોડ પરથી જતો હતો. ત્યારે ત્યાં ઉભેલા ગોપાલભાઈ આહિરે નીમેષને ઉભો રાખી આહીરવાસ ના રસ્તેથી આવવા જવાની ના પડી હતી અને શર્ટનો કોલર પકડી ધક્કો મારી મગજમારી કરતા નિમેષ ઘરે ચાલી ગયા બાદ રાત્રે તે બહેન બનેવી સાથે આહીર વાશમાંથી જતો હતો. ત્યારે ગોપાલ આહીર તેના ઘર નજીક ઉભેલો હોય. તેને બતાવી નિમેશે તેની સાથે થયેલી ઘટના બાબતે રીમ્પલબેનને કહેતા તેને આવું કેમ કર્યું તે કહેવા ગોપાલ આહિર પાસે જતા તે ઉસ્કેરાઈ જઈ બોલા ચાલી કરી હતી. ફળીયામાં રહેતો વિજય આહીર અને તેનો ભત્રીજો જેનીશ અરવિંદ આહીર તથા ભાવેશ જશવંત આહીર લાકડી લઈને આવી નાલાયક ગાળો આપી હતી. સાથે ભાવેશ આહિરે લાકડીથી નિમેષ રાઠોડને સપાટો મારતા છોડવવા વચ્ચે પેલી રીમ્પલબેન ને ભાવેશ આહીર એ છાતીના ભાગે ઢીકમુક્કીનો માર મારવા સાથે જીગ્નેશ આહીર, મેહુલ આહીર અને રમેશ આહીર આવીને મારમારતા ગાળો આપી જાતિ વિષયક અપમાન જનક બીભસ્ત શબ્દો બોલી અપમાન કરેલ. જયારે હળપતિ સમાજનો યુવાન અને તેની બેન બનેવી પર આહીર સમાજના લોકોએ હુમલો કરતા ઘટના સ્થળે ધસી આવેલા હળપતિ સમાજના કૂવા ફળીયામાં રહેતા રાહુલ સોમ રાઠોડ નો સાળો તથા રાહુલ સોમ રાઠોડ, ધર્મેશ ગુણવંત રાઠોડ, મેહુલ સોમા રાઠોડ, હરીભાઈ મંગાભાઈ રાઠોડ, ડીમ્પલ મેહુલ રાઠોડ, મનીષા મેહુલ રાઠોડ, કુશુમબેન રાઠોડ, ગીતાબેન રાઠોડ અને યશકુમાર રાઠોડ આવી આહીર સમજના લોકોને માર મારવા સાથે નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનેવ પક્ષે પોલીસમાં ફરિયાદ તથા આહીર સમાજના 7 લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ જયારે હળપતિ સમાજના 10 લોકો વિરુદ્ધ સેકન્ડ પાર્ટ મુજબનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...