તાઉ-તે વાવાઝોડા સાથે થયેલા વરસાદથી ઓલપાડ તાલુકામાં ખેડૂતોનો ડાંગનો મહામુલો પાક બગડવાની બીકે જીવ તાળવે બંધાયો છે. જયારે બીજી બાજુ ડાંગર ભરવા ખેડૂતો ટ્રેક્ટર લઈને ઉમટી પડતા ટ્રેક્ટરોની લાંબી લાઇને તાલુકાની મંડળીઓમાં 48 કલાકથી વધુનું વેઇટિંગ લાગતા ખેડૂતો ટ્રેકટરમાં રાત વિતાવી રહ્યા છે. એકતરફ ખેતરમાં તૈયાર થયેલ અને બીજી બાજુ મંડળીમાં ભરવા માટે લઈને આવેલા પાક વરસાદમાં પલળી જવાથી કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં 2 થી 2.25 લાખ હેકટરમાં ડાંગર કરવામાં આવે છે. જે પૈકી 40 ટકા પિયત રોપાણ 40 ટકા બિનપિયત રોપાણ અને 20 ટકા ઓરાણ ડાંગર થાય છે. જેમાં સૌથી વધુ ઉનાળામાં લેવાતો હોય ચાલુ સીઝનમાં ચોર્યાસી અને ઓલપાડ મળી 10,000 હેક્ટરમાં ડાંગરની વાવણી છે. તાલુકામાં સહકારી મંડળીઓ મળી અંદાજીત 9 લાખ ગુણીથી વધુ ડાંગર આવતું હોય જે પરથી ઓલપાડના ગામોમાં 10,000 હેક્ટરમાં ઉનાળુ ડાંગરની કરવામાં આવી હોવાનું કહેવાય છે.
હાલ વાવાઝોડા સાથે વરસાદની આગાહીના પગલે પાક ઉતાવળે કાપી મંડળીમાં ભરવા દોડ લગાવતા ઓલપાડ તાલુકાની મંડળીઓમાં ડાંગરના ટ્રેક્ટરની કતાર લાગતા 48 કલાક વેઇટિંગ આપવામાં આવતા ખેડૂતો ટ્રેકટરમાં રાત વિતાવી રહ્યા છે. વરસાદના કારણે કતારમાં ઉભેલા ખેડૂતો ટ્રેક્ટરમાં ડાંગરને તાડપત્રીથી ઢાંકી બચાવવાની કોશિશ કરી રહ્યાં છે.
વરસાદથી ડાંગરના પાકનું 250 કરોડોથી વધુનું નુકસાન
દક્ષિણ ગુજરાતમાં અંદાજીત 35000 હેક્ટરમાં ઉનાળુ ડાંગરની વાવણી કરવામાં આવી હતી ત્યારે મેં મહિનો એ ડાંગર કાપણી સાથે વેચાણનો સમયગાળો હોય ત્યારે અચાનક આવેલા તાઉ-તે વાવાઝોડા એ ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા છે દક્ષિણ ગુજરાતમાં હાલ માત્ર 40 ટકા જેટલા ડાંગરની કાપણી થી છે હજુ 60 ટકા જેટલો પાક ખેતરોમાં ઉભો છે ત્યારે જો સતત વરસાદ રહ્યો ટો વરસાદથી ડાંગરના પાકનું 250 કરોડોથી વધુનું નુકસાન થશે. કાપણી થયેલું ડાંગર પણ મંડળીમાં ભરવાનું બાકી હોય તેની પણ નુકસાની થવાની શક્યતાઓ છે. -જયેશ પટેલ, ગુજરાત ખેડૂત સમાજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.